ફિલ્મી દુનિયા

રિયાએ આપી ખુલ્લી ચેતવણી, બદનામી માટે કરશે સુશાંતના પરિવાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અને પછી

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની છેલ્લા ત્રણ મહિનાથી તપાસ ચાલી રહી છે. સુશાંતના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુશાંતના પિતાએ રિયા પર આરોપ લગાવ્યો હતો કે, સુશાંતના પરિવારને જાણ કર્યા વિના સુશાંતના ખાતામાંથી પૈસા અને પરિવારને જાણ કર્યા વગર તેને દવાઓ જેવી વિવિધ વસ્તુઓ દેવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે અત્યાર સુધી રિયાની સીબીઆઈ દ્વારા અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

રિયા ચક્રવર્તી પર આ આરોપો લાગ્યા બાદ સતત ટીકાઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ રિયાએ તેના અને તેના પરિવાર સાથે કરવામાં આવતા વર્તન અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. હવે ખબર મળી રહી છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર વિરુદ્ધ તેની છબી ખરાબ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તૈયારી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

બોલીવુડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ તેની બદમાની અને તપાસ કરતા અધિકારીઓ સહીત સુપ્રીમ કોર્ટ સમક્ષ ખોટા નિવેદનો આપવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ખબર એક મીડિયાએ તેના ટ્વિટર પર પોસ્ટ કરી લખ્યું હતું કે, #Breaking | Rhea Chakraborty રિયા તેની બદનામી માટે સુશાંત સિંહ પરિવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. #SushantCortBreakthrough.’

દિવગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોતનાં કેસમાં રિયા મુખ્ય આરોપી છે. રિયાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, મંગળવારે રિયા ચક્રવર્તીના માતાપિતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.