બોલિવુડ અભિનેતા અનિલ કપૂરની નાની દીકરી અને સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇ પગલુ તો નથી ભર્યુ પરંતુ તે રિયલ લાઇફમાં ઘણી જ સુંદર છે.

33 વર્ષિય રિયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર પોતાનાથી જોડાયેલી પોસ્ટ પણ શેર કરતી રહેતી હોય છે. રિયા ફિલ્મ પ્રોડયુસર છે અને તે પોતાની ફેશન બ્રાન્ડ Rheason પણ ચલાવે છે. સોનમ કપૂરની વધારે ડ્રેસ તો તે જ ડિઝાઇન કરતી હોય છે.

રિયાનો બોયફ્રેન્ડ કરણ ફિલ્મ ડાયરેકટર છે અને તેણે આયશા અને વેકઅપ સિડ જેવા ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કરેલ છે. કરણ ઘણી ફિલ્મો અને શોમાં ડાયરેકશન, પ્રોડકશન અને ડબિંગનું કામ કરી ચૂક્યો છે. વર્ષ 2010માં આવેલી ફિલ્મ આયશાથી જ રિયા અને કરણ નજીક આવ્યા હતા.
નોંધનીય છે કે, સોનમ કપૂરને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, રિયા છેલ્લા 10 વર્ષથી કરણને ડેટ કરી રહી છે. સોનમે જણાવ્યુ હતુ કે, રિયા અને કરણના લગ્ન થશે તો તમને જણાવવામાં મને ખુશી થશે પરંતુ એવું કંઇ જ નથી.

તમને જણાવી દઇએ કે, કરણ બુલાની ઘણીવાર કપૂર પરિવાર સાથે વેકેશન પર નજરે પડ્યો છે. એટલું જ નહિ પરંતુ સોનમ કપૂરના લગ્નમાં તે બંનેની નજીક વધારે જોવા મળ્યા હતા. તેમજ તે અનિલ કપૂર સાથે પણ જોવા મળ્યો છે. કરણ કપૂર પરિવારની ઘણી નજીક છે અર્જુન કપૂર સાથે પણ તેની સારી બોન્ડિંગ છે.
