ફિલ્મી દુનિયા

રિયાએ ખોલ્યું રાઝ, કહ્યું કે આ 2 છોકરીઓથી ભયંકર રીતે પરેશાન હતો સુશાંત, જાણો

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને 2 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. સુશાંતના કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ વચ્ચે રિયા ચક્રવર્તીએ ખુલાસા કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયા ચક્રવર્તીએ તેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મીટુ મુવમેન્ટ સમયે સુશાંત સિંહ રાજપૂત ઉપર આરોપ લાગ્યા હતા. તે સમયે સુશાંત ઘણો પરેશાન હતો. આ આરોપ ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-સ્ટાર સંજના સાંઘીનું નામ લઈને લગાવવામાં આવ્યા હતા. આ આરોપ પર સંજનાએ લગભગ દોઢ મહિના બાદ સફાઈ આપી હતી. આ સિવાય રિયાએ સુશાંતની એક્સ મેનેજર રોહિણી અય્યરની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

રિયા ચક્રવર્તીએ એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રોહિણી અય્યરએ જ સુશાંત સાથે મારી મુલાકાત કરાવી હતી. પરંતુ અમે રિલેશનશિપમાં આવ્યા ત્યારે તે ખુશ ના હતી. તે સુશાંતને અજીબ-અજીબ મેસેજ કરતી હતી. રિયાએ વધુમાં કહ્યું હતું કે, સંજના સાંઘી અને રોહિણી અય્યરના કારણે સુશાંત ઘણો પરેશાન હતો.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

જણાવી દઈએ કે, રોહિણી અય્યર થોડા સમય સુધી સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી. તે સુશાંતનું પીઆર સંભાળતી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. રોહિણીએ તેની કરિયરની શરૂઆત ફિલ્મ ‘પત્રકાર’ થી કરી હતી.
આ બાદ રોહિણીએ રેનડ્રોપ મીડિયા કંપનીની સ્થાપના કરી હતી. બોલીવુડમાં રોહિણી અય્યરનું મોટું નામ છે. રોહિણીના બોલીવુડમાં ઘણા મિત્રો છે.
સંજનાની વાત કરવામાં આવે તો તેને કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે ‘રોકસ્ટાર’ ફિલ્મથી કરી હતી. આ બાદ સંજના ફુકરે રીટર્નસ અને હિન્દી મીડીયમ જેવી ફિલ્મોમાં નજરે આવી હતી.

દિલ બેચારામાં તે સુશાંત સાથે લીડ રોલમાં જોવા મળી હતી. સંજનાએ આ સિવાય ઘણી જાહેરાતમાં કામ કર્યું છે.રિયા ચક્રવર્તીએ તેના ઇન્ટરવ્યુમાં સંજના સાંઘી અને રોહિણી અય્યર પર આરોપ લગાડ્યા છે. સુશાંત કેસમાં મુંબઈ પોલીસ બંનેની પૂછપરછ કરી ચુકી છે. આ અગાઉ સુશાંતના બીજા મિત્રએ પણ સંજના પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સંજુનાએ મીટુના આરોપો પર લાંબા સમય બાદ મૌન તોડતા સુશાંતને ઘણું સહન કરવું પડ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.