ફિલ્મી દુનિયા

હે ભગવાન… હવે રિયાએ સુશાંતની બહેન પર ઠોક્યો કેસ, જલ્દી વાંચો

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોતના મામલે એક બાદ એક વળાંક સામે આવી રહ્યા છે. આ મામલે મુખ્ય આરોપી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ અને અન્ય એક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સુશાંતની બહેન પ્રિયંકા સિંહ, રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો.તરુણ કુમાર વિરુદ્ધ  તબીબી પ્રિસ્ક્રિપ્શનનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ લોકોએ  સુશાંતસિંહ રાજપૂતનું નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન બનાવ્યા છે.

રિયા ચક્રવર્તીની આ ફરિયાદ 8 જૂને સુશાંત અને તેની બહેન વચ્ચે વોટ્સએપ ચેટની છે. રિયા ચક્રવર્તી એ જ દિવસે સુશાંતના ઘરેથી નીકળી ગઈ. તે ચેટ પરથી જાણવા મળ્યું કે સુશાંતની બહેન પ્રિયંકાએ તેને એક અઠવાડિયા માટે લિબિરિયમ અનેદરરોજ નેક્સિટો અને લોનાઝેપ લેવાનું કહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on


આ પહેલા સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તીની સોમવારે સતત બીજા દિવસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સમક્ષ હાજર થઇ હતી. રિયાને રવિવારે એનસીબીના અધિકારીઓ દ્વારા છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ફરીથી હાજર રહેવા કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

એનસીબીએ કહ્યું હતું કે, જ્યારે રિયા પૂછપરછ માટે હાજર થઇ ત્યારે તેણી તેના નાના ભાઇ શૌવિક ચક્રવર્તી, રાજપૂતના ઘરના મેનેજર સૈમુઅલ મિરાંડા અને રાજપૂતનો પર્સનલ સ્ટાફ સભ્ય દીપેશ સાવંત સાથે મુકાબલો કરવા માંગતી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.