ખબર ફિલ્મી દુનિયા

જેલમાં મહિલા કેદીઓને આવું શીખવતી હતી રિયા ચક્રવર્તી, જાણીને ચાકરી ખાઈ જશો

લે બોલો, માનવામાં નથી આવતું રિયાએ જેલના કેદીઓને આવું આવું શીખવાડ્યું

સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ મામલામાં લગભગ 1 મહિનાથી મુંબઈની ભાયખલા જેલમાં રહેનારી રિયાને બુધવારે જામીન મળતા ઘરે પરત ફરી હતી, બોમ્બે હાઇકોર્ટથી જામીન મળ્યા બાદ બુધવારે રિયા જેલમાંથી બહાર આવી હતી. જેલની અંદર રિયાની રૂટિન શું હતું ? શું-શું કરતી હતી? તે વાત હવે સામે આવી છે. રિયાના વકીલ સતીશ માનસિંદેએ જણવ્યું હતું કે, આખરે રિયા કેવી રીતે જેલમાં સમય પસાર કરતી હતી.

Image source

28 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલી રિયાના વકીલે રિયાને બંગાળની વાઘણ બતાવી હતી. આ સાથે જ કહ્યું હતું કે, પોતાની છબી ઠીક કરવા માટે બંગાળની વાઘણ ફરી લડશે. જેલમાં રીયાનો વહેવાર પોઝિટિવ હતો.

Image source

ટીવી ચેનલ એનડીટીવી સાથેની વાતચીતમાં સતીશે જણાવ્યું હતું કે, મેં વ્યક્તિગત રૂપે ઘણા વર્ષો બાદ કોઈ ક્લાયન્ટને જોવા માટે જેલમાં ગયો હતો, રિયાની પાછળ તપાસ એજન્સીઓ પડી હતી તેને પરેશાન કરવામાં આવતી હતી. હું જોવા માંગતો હતો કે, જેલની અંદર રિયા કેવી સ્થિતિમાં રહે છે. રિયા જેલમાં બહુ સારી રીતે અને પોતાની દેખભાળ જાતે કરતી હતી. રિયા ખુદ માટે અને જેલના કેદીઓ માટે યોગા ક્લાસીસ કરાવતી હતી. રિયા એક સામાન્ય મહિલાની જેમ કેદીઓ સાથે રહેતી હતી. એક આર્મી જવાનની દીકરી હોવા છતાં તે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો  અને હવે તે કોઈ પણ વ્યક્તિનો સામનો કરવા માટે તૈયાર છે. જે લોકો તેના પર આરોપ લગાડવામાં અને તેના હિતોને નુકસાન પહોચાડવાની કોશિશ કરી રહ્યા છે.

Image source

સતીશે મીડિયાને જણાવ્યું હતું કે, રિયા એ બધા બેવકૂફો સાથે લડશે જે તેની છબી ખરાબ કરનારા બેશરમ લોકો ઇન્ટરવ્યૂ માટે મારી ઓફિસની બહાર લાઈન લગાવીને ઉભા છે. તે લોકો ફક્ત ટીઆરપી માટે જ રિયાની પાછળ પડયા હતા. આ સાથે જ કહ્યું હતું કે, રિયાના પાછળ પડવાનું કારણ ફક્ત એટલું જ હતું કે, સુશાંતનો પરિવાર તેની સાથે બદલો લેવા માંગતો હતો.

Image source

જ્યાં સુધી રીયાનો સવાલ છે. મને લાગે છે કે ખબર નહીં ક્યાં કારણે પરંતુ લાગે છે કે પરિવાર બદલો લેવા માંગે છે. હું શરૂઆતથી જ કહું છું કે, સીબીઆઈ, એનસીબી અને ઇડી એટલા માટે રિયાની પાછળ પડયા છે કે, તે સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા હતી, તે લિવ-ઈન પાર્ટનર હતી.

Image source

બોમ્બે હાઇકોર્ટ દ્વારા રિયાને શરતી જામીન આપ્યા હતા. રિયા ચક્રવર્તીએ એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. રિયાને પાસપોર્ટ જમા કરાવવો પડશે. આ સાથે જ મુંબઈથી બહાર જવા માટે પણ મંજૂરી લેવી પડશે.

Image source

આ સિવાય કોર્ટ કહ્યું હતું કે, જેલની બહાર નીકળ્યા બાદ 10 દિવસ પોલીસ સ્ટેશનમાં તેની હાજરી આપવાની રહેશે. આ સિવાય તેને પાસપોર્ટ પણ જમા કરાવવવાનો રહેશે. આ સાથે જ તે અદાલતની મંજૂરી વગર વિદેશયાત્રા પણ નહીં કરી શકે અને તપાસ અધિકારીને જાણ કર્યા વગર મુંબઈ નહીં છોડી શકે.

Image source

સુશાંત રાજપૂત મામલાની ડ્રગ્સ એન્ગલની તપાસમાં રિયા ને તેના ભાઈ સહીત 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં સુશાંતનો સ્ટાફ દીપેશ સાવંત, સૈમુઅલ મિરાંડા સહીત આંકેલ ડ્રગ્સ પેડલર અને સિતારાઓ શામેલ છે.