ખબર ફિલ્મી દુનિયા

સુશાંતની આત્મહત્યાના એક મહિના બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ કર્યું એવું કામ કે નવાઈ પામશો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરીયેલી આત્મહત્યાને આજે એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. ગયા મહિનાની 14 તારીખે જ સુશાંતે પોતાના ઘરની અંદર ગાલે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સુશાંતના આમ આચાનક દુનિયામાંથી ચાલ્યા જવાના કારણે કરોડો ચાહકો સાથે આખો દેશ સદમામાં છે. તેની આત્મહત્યાએ ઇન્ડસ્ટ્રી ઉપર ઘણા સવાલ પણ ઉભા કરી દીધા છે.

સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીને પણ પોલીસે પૂછપરછ કરવા માટે બોલાવી છે આ દરમિયાન રિયાએ પોતાનું વૉટ્સએપ ડીપી પણ બદલી નાખ્યું છે. ડીપીમાં તેને પોતાનો અને સુશાંતનો ફોટો લગાવી લીધો છે.

આ ફોટોની અંદર રિયા અને સુશાંતને હસતા જોઈ શકાય છે. ફોટો જોઈને સાથે વિતાવેલા એ સારા સમયને પણ સમજી શકાય છે. સુશાંતિ આત્મહત્યા બાદ જ તેની ગર્લફ્રેન્ડ રિયા ખુબ જ ચર્ચામાં પણ રહી હતી. એક મહિના સુધી રિયાએ સોશિયલ મીડિયામાં પણ કોઈ પોસ્ટ શેર નથી કરી. હવે તેની અને સુશાંતની આ તસ્વીર લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

તેને પોતાનું વોટ્સએપ ડીપી બદલીને તેના ચાહકોને એટલું જરૂર જણાવી દીધું છે કે સુશાંતને તે ઘણી જ મિસ કરી રહી છે. પોલીસ સાથેની પૂછપરછમાં રિયાએ જણાવ્યું હતું કે સુશાંતના ડિપ્રેશન ઉપર લગામ લગાવવા માટે તેની સારવાર તો ચાલી રહી હતી પરંતુ તેને થોડા દિવસ પહેલાથી જ દવા લેવાનું બંધ કરી દીધું હતું.

રિયાએ જણાવ્યું હતું કે તે સુશાંતને વર્ષ 2012માં મળી હતી. જયારે યશરાજ ફિલ્મની ફિલ્મ “મેરે ડેડ કી મારુતિ”માં કામ કરી રહી હતી. તો સુશાંત પણ યશરાજ ફિલ્મના બેનર નીચે બની રહેલી ફિલ્મ :શુદ્ધ દેશી રોમાન્સ”ના શૂટિંગમાં હતો. તેને એમ પણ જણાવ્યું કે તે બંને અવાર નવાર પાર્ટીમાં મળતા અને જલ્દી જ મિત્રો બની ગયા. થોડા સમય બાદ બંને એકબીજાને ડેટ કરવા પણ લાગ્યા હતા.

રિયાએ જણાવ્યું કે તેને તે દિવસ બાદ સુશાંતની ખબર સીધી જ 14 જૂનના રોજ મળી જયારે તેને પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તેને જણાવ્યું કે “જોકે, મને સુશાંતે ગઈ મોદી રાત્રે જ ફોન કર્યો હતો, પરંતુ એ દરમિયાન હું સુઈ ગઈ હોવાના કારણે મિસ કોલ થઇ ગયો.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.