ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીએ કહ્યું કે- હવે અમે આત્મહત્યા કરી લઈએ તો જવાબદાર કોણ ?

સુશાંતસિંહ સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈ છેલ્લા 9 દિવસથી તપાસ કરી રહી છે. આ વચ્ચે તેની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુદ પર લાગેલા આરોપો પર સફાઈ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાએ એક વરિષ્ટ પત્રકાર સાથેની વાતચીતમાં રિયાએ બધા જ સવાલના જવાબ આપ્યા હતા. રિયાએ સુશાંતના સુસાઇડ, ડ્રગ્સ કનેક્શન, સુશાંતના પરિવાર સાથેના સંબંધ, સીબીઆઈ તપાસ, અંકિતા લોખંડે, નેપોટિઝ્મ જેવા તમામ મુદ્દાઓ પર જવાબ આપ્યા હતા.
આ સાથે જ રિયાએ કહ્યું હતું કે,અમે આત્મહત્યા કરી લઈશું તો જવાબદાર કોણ ?

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

પત્રકારે રિયાને પૂછ્યું હતું કે, હવે મામલો નારોટીક્સનો સામે આવી રહ્યો છે. નાર્કોટિક્સ ડ્રગ્સ કંટ્રોલ પણ તમને સવાલ કરી શકે છે. ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી રહ્યા છે કે, રિયાનું ડ્રગ પૈડલર્સ, ડ્રગ ડીલર સાથે કોઈ કનેક્શન છે ?

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આ સવાલના જવાબમાં રિયાએ કહ્યું હતું કે, હવે મારા પર મુકવા માટે આ એકમાત્ર વસ્તુ બાકી છે. આ છોકરીને એટલી ક્રુસિફાઇ કરી દો… હું કહું છું કે બંદૂક લાવો, મારા કુટુંબના લોકો લાઈનમાં ઉભા રહી જશે. બધાને ઉડાડી દો. બધા આત્મહત્યા કરી લઈશું તો જવાબદાર કોણ ? હું આ બધા આરોપને નકારું છું. હું તેની ડિટેલ્સ ફક્ત એક જ કારણે જાણવા માંગુ છું જે મને આગળના ઇન્વેસ્ટિગેશનમાં તંગ કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આ બાદ ફરી પત્રકારે પૂછ્યું હતું કે, તમને લાગે છે તમારે આત્મહત્યા કરી લેવી જોઈએ? આ સવાલના જવાબમાં રિયાએ કહ્યું હતું કે, મને લાગે છે ફક્ત મારે જ નહીં પરંતુ મારા આખા પરિવારે આત્મહત્યા કરી લેવી જોઈએ. આવી રીતે ગૂંગળાઇને જીવવા કરતા મરી જવું સારુ. અમે લોકો મિડલ ક્લાસ લોકો છીએ. અમારી માટે ઈજ્જત નથી તો કંઇ જ નથી. આજે હું ડ્રગ ડિલર છુ, ગઇ કાલે મર્ડરર હતી આવતીકાલે કંઇક બીજુ હોઇશ.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ સુશાંતના મિત્ર. કુક સહીત ઘણા લોકોની પુછપરછ હાથ ધરી છે. આ સિવાય અન્ય ઘણા એંગલથી તપાસ કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.