સલૂન બહાર સ્પોટ થઇ રિયા ચક્રવર્તી, પેપરાજી સામે આપ્યા પોઝ તસવીરો અને વીડિયો થયો વાયરલ

રિયા ચક્રવર્તી પાસે ભિખારીએ માંગ્યા પૈસા તો જલ્દી-જલ્દીમાં અભિનેત્રીએ કહી દીધી આ વાત.. જુઓ વીડિયો

છેલ્લા વર્ષે બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અવાર નવાર કોઇના કોઇ કારણસર હેડલાઇનમાં આવતી રહેતી હતી. લાંબા સમય સુધી સોશિયલ મીડિયા અને લાઇમલાઇટથી દૂર રિયાની લાઇફ પાટા પર આવતી જોવા મળી રહી છે. હાલમાં જ રિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

Image source

તસવીરોમાં તે રૂમી જાફરીની દીકરી અલ્ફિયાના મહેંદી ફંક્શનમાં પહોંચી હતી. આ વચ્ચે રિયાનો એક વીડિયો સામે આવ્યો હતો. રિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. રિયાએ સેલમન કલરનું ઓફ શોલ્ડર ટોપ પહેર્યુ છે અને વેસ્ટ જીન્સ સાથે તેનો ડિફરન્ટ લુક જોવા મળી રહ્યો છે.

Image source

રિયા ચક્રવર્તીને હાલમાં જ સલૂન બહાર સ્પોટ કરવામાં આવી હતી. તેણે આ દરમિયાન વાળને ખુલ્લા રાખ્યા હતા. જે બાદ તેણે પબ્લિક એરિયામાં ફોટોશૂટ કરાવ્યુ. વીડિયોમાં તે કહેતી જોવા મળે છે કે એક જ જગ્યાએ લઇ લો. રિયાના આ વીડિયો પર યુઝર્સ તાબડતોડ રિએક્શન આપી રહ્યા છે.

Image source

રિયાનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે સલૂન બહાર છે અને તે વ્હીલ ચેર પર બેસેલ એક ભિખારી જયારે પૈસા માંગે છે તો રિયા તેને પછી પછી કહીને આગળ નીકળી જાય છે. સલૂન આગળ ઊભી રહી તે પેપરાજી માટે પોઝ આપવા લાગે છે.

Image source

સોશિયલ મીડિયા પર યુઝર્સ રિયાના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આ છોકરીને કવર કરવી જરૂરી છે ? ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, તેને જોઇને ખુશી થઇ રહી છે કે રિયા તેના જીવનમાં આગળ વધી રહી છે. આ રીતે અભિનેત્રીના આ વીડિયો પર લોકો મિક્સ રિએક્શન આપી રહ્યા છે.

Image source

રિયા ચક્રવર્તીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે જલ્દી જ ડાયરેક્ટર રૂમી જાફરીની ફિલ્મ “ચહેરે”માં જોવા મળશે, આ ફિલ્મમાં રિયા સાથે અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને અનુ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. કોરોનાને કારણે આ ફિલ્મ રીલિઝ થઇ શકી નથી.

રિયાએ તેના કરિયરની શરૂઆત ફિલ્મ “મેરે ડેડ કી મારૂતિ”થી કરી હતી. રિયાએ હિંદી ઉપરાંત તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. ફિલ્મ “તુનેગા”માં તેણે શાનદાર અભિનય કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina