ફિલ્મી દુનિયા

‘જલેબી’ બનતા પહેલા VJ હતી રિયા ચક્રવર્તી, સુશાંતના સિવાય આટલા લફરાં હતા, જુઓ

જ્યારથી સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે ત્યારથી તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ પણ ચર્ચામાં આવી ગયું છે. સુશાંતના નિધન પછી પોલિસે રિયા સાથે 6 કલાક સુધી પૂછતાછ કરી હતી. આવનારી 1 જુલાઈના રોજ રીયાનો જન્મદિસવ છે, આ ખાસ મૌકા પર આજે અમે તમને રિયાના જીવન વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

રિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં એમટીવી રિયાલિટી શો ટીવીએસ સ્કૂટી Teen Diva થી કરી હતી. તે આ શો ની વિજેતા તો ન બની શકી પણ રનરઅપ બની હતી. તેના પછી તે એમટીવી ના ઘણા શો ને હોસ્ટ કરતી જોવા મળી હતી.

Image Source

જેના પછી રિયાએ ‘બેન્ડ બાજા બારાત’ માટે ઓડીશન આપ્યું હતું પણ તેને રિજેક્ટ કરવામાં આવી હતી જેના પછી ફિલ્મમાં અભિનેત્રીનો રોલ અનુષ્કા શર્માને મળ્યો હતો. રિયા આયુષ્માન ખુરાનાની સાથે મ્યુઝિક આલ્બમ ‘ઓયે હીરીયે’ માં પણ જોવા મળી હતી.

Image Source

રિયાએ બોલીવુડમાં ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. વર્ષ 2012 માં તેણે તેલુગુ ફિલ્મ તુનેગા-તુનેગા દ્વારા ડેબ્યુ કર્યું હતું. જેના પછી તે હિન્દી ફિલ્મમાં સોનાલી કેબલ માં જોવા મળી હતી. જો કે રિયા હજી પણ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે.

Image Source

રિયા મહેશ ભટ્ટની ફિલ્મ ‘જલેબી’થી ચર્ચામાં આવી હતી. તેની પહેલા તે સોનાલી કેબલ, બેન્ક ચોર જેવી ફિલ્મો પણ જોવા મળી ચુકી છે. સુશાંત અને રિયાના રિલેશનની ખબરો સામે આવી હતી જેને લીધે નિધન પછી રિયાની પૂછતાછ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રિયાનું નામ એક સમયે આદિત્ય રૉય કપૂર સાથે પણ જોડાયું હતું.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.