મનોરંજન

ભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો પહોળી થઇ જશે

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ રિયા ચક્રવર્તીનું નામ સતત ચર્ચામાં રહે છે. રિયા ચક્રવર્તી-સુશાંત સિંહ રાજપૂત તેમના સંબંધોને લઈને ચર્ચામાં હતા.

ફેન્સ સતત બંને વિશે જાણવા માંગતા હતા. હાલમાં જ રિયા ચક્રવર્તીનો 28મો જન્મદિવસ છે. 1 જુલાઈ 1992 ના રોજ, રિયા ચક્રવર્તીનો જન્મ બંગાળી પરિવારમાં થયો હતો.

રિયાના પિતા ભારતીય આર્મી ઓફિસર રહી ચૂક્યા છે અને તેથી જ રિયાએ આર્મી પબ્લિક સ્કૂપ અંબાલા કેન્ટમાં અભ્યાસ કર્યો હતો. અભિનેત્રીના રિયા ચક્રવર્તીના સુપર ગ્લેમરસ તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.

રિયા ચક્રવર્તીએ 2009 માં ટેલિવિઝન ઈન્ડરસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને ટીવીએસ સ્કૂટી ટીન ડીવામાં ભાગ લીધો અને તેની રનર અપ રહી હતી.

એવું કહેવામાં આવે છેરિયા ચક્રવર્તીએ રણવીર સિંહની ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ માટે ઓડિશન આપ્યું હતું. જો કે, તેને રિજેક્ટ કરવામાં આવી અને તેની જગ્યાએ અનુષ્કા શર્માને આ ભૂમિકા મળી હતી. રિયાએ તેના પછી આયુષ્માન ખુરાનાના આલ્બમ સોંગ ઓયે હીરીયેમાં કામ કર્યું હતું.

રિયા ચક્રવર્તીએ ‘મેરે ડેડ કી મારુતિ’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને બાદમાં હાફ ગર્લફ્રેન્ડ અને ‘દોબારા: સી યોર એવિલ’થી કેમિયો કર્યો હતો.

રિયા ચક્રવર્તીએ ફિલ્મ ‘જલેબી – ધ એવરલાઇસ્ટીંગ સ્વાદ ઓફ લવ’ માં પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. જો કે, જ્યારે રિયા ચક્રવર્તીની લવ લાઈફ વિશે વાત કરવામાં આવે છે,

ત્યારે તેનું નામ બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે જોડાયેલું છે. આ પહેલા પણ ઘણા પ્રસંગો પર બંને એક સાથે જોવા મળ્યા હતા, જો કે રિયા અને આદિત્ય ક્યારેય આ વિષય પર વાતચીત નથી કરી.

વીજે તરીકેની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરવા માટે જાણીતી છે.

નાના પડદાના લોકપ્રિય ચહેરાઓમાંના એક રિયાએ ‘પેપ્સી એમટીવી વાસ્પ’, ‘ટિકિટક કોલેજ બીટ’ અને ’60 સેકન્ડ્સમાં એમટીવી ગોન’ સહિત ઘણા એમટીવી શો હોસ્ટ કર્યા છે. ઓગસ્ટ 2019 ની શરૂઆતમાં, જ્યારે સુશાંતને તેની લવ લાઇફ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે લોકો શરૂઆતના તબક્કે વસ્તુઓ વિશે વાત કરવાનું શરૂ ન કરે. તેને આ બાબતમાં ના તો હા પડી કે ના તો ના પાડી હતી.

સુદાંત અને રિયાના અફેરના સમાચારને તે સમયેવેગ મળ્યો હતો જ્યારે લદાખના પ્રવાસ દરમિયાન એક જ બાળક સાથેના બંનેના જુદી જુદી તસ્વીરો બહાર આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને સુશાંત તેમના સંબંધોને આગલા સ્ટેજ પર લઈ જવા માગે છે. અગાઉ તેમના લગ્નના સમાચાર પણ જોર પકડતાં હતાં. જે મુજબ સુશાંત રિયા પ્રત્યે ખૂબ ગંભીર હતો અને જલદીથી લગ્ન કરવા માંગતો હતો. જો કે સુશાંત અથવા રિયા આ અંગે ક્યારેય ખુલાસો કર્યો ન હતો.