ફિલ્મી દુનિયા

ભાયખલા જેલમાં કેવી રીતે વીતી રિયાની પહેલી રાત, જાણો સમગ્ર વિગત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ ઘણા લોકોની ધપરકડ થઇ છે.

તો આ બધામાં મુખ્ય આરોપી માનવામાં આવી રહેલી સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તીની પણ મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ ગઈકાલે તેને ભાયખલા જેલમાં મોકલી દેવામાં આવી. જેલની અંદર રિયાની પહેલી રાત કેવી રીતે વીતી તેના વિશે જાણીએ.

Image Source

રિયાને જેલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક સેલમાં રાખવામાં આવી છે. એક ન્યુઝ રિપોર્ટ પ્રમાણે રિયાનું સેલ સામાન્ય બેરેકની પાસે છે અને એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે શીના બોરા હત્યાકાંડની આરોપી ઈન્દ્રાણી મુખર્જીનું સેલ પણ બાજુમાં જ છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રિયા જે સેલમાં બંધ છે. તે જેલ સર્કલ-1માં છે. આ સેલની ત્રણેય તરફ દીવાલ છે અને આગળની તરફ જાળી લાગેલી છે.

Image Source

મીડિયા રિપોર્ટનું માનીએ તો રિયાને બુધવારના રોજ જેલમાં પહોંચવા ઉપર સામાન્ય બેરેકમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ સુરક્ષા કારણોને લઈને તેને સ્પેશિયલ સેલમાં શિફ્ટ કરી દેવામાં આવી.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે જેલમાં રિયાને 6 વાગે ડિનર આપવામાં આવ્યું. તેના જમવામાં 2 રોટલી, શાક, દાળ અને ભાત હતો.નિયમ પ્રમાણે આજે સવારે 10 વાગે નાસ્તો આપવામાં આવશે.

Image Source

એનસીબી દ્વારા ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રિયાને હાજર કરવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈના એક સ્થાનીય મેજિસ્ટ્રેટ દ્વારા રિયાને મંગળવારે મોડી રાત્રે જ 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધી હતી.

પરંતુ જેલ મેન્યુઅલ પ્રમાણે રાત્રે કોઈપણ કેદીને એન્ટ્રી નથી આપવામાં આવતી જેના કારણે મંગળવારની રાત્રે રિયાને એનસીબીના લોકઅપમાં રાખવામાં આવી હતી અને બીજા દિવસે બુધવારના રોજ તેને જેલમાં મોકલી દેવામાં આવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.