અભિનેતા સુશાંત સિંહ રાજપુતના કેસની અંદર ઘણા બધા ખુલાસાઓ થયા. આ મામલામાં રિયા ચક્રવર્તીને પણ આરોપી માનવામાં આવતી હતી. તો આ મામલામાં જ સામે આવેલા nashilapadarth કેસની અંદર રિયા અને તેના ભાઈ શૌવિકની ધરપકડ પણ કરવામાં આવી હતી.

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા હતી. પરંતુ હવે રિયા જાણે સુશાંતના પ્રેમને ભુલાવી તે આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક મહિનો રહ્યા બાદ રિયા સોશિયલ મીડિયાથી પણ દૂર થઇ ગઈ હતી અને કોઈ પાર્ટીમાં પણ જોવા નહોતી મળતી, પરંતુ હાલ એક પાર્ટીની અંદર રિયાની તસવીરો સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસ્વીરોને અંદર રિયા રોડીઝ ફેમ રાજીવ લક્ષ્મણ સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. રાજીવે હાલમાં જ પોતાના પરિવાર સાથે ગેટ તું ગેધર રાખ્યું હતુ જેની અંદર રિયા પણ પહોંચી હતી.

આ દરમિયાન રિયાએ ચેક કલરનું બ્લેજર આઉટફિટ પહેર્યું હતું. તેની સાથે રિયાએ લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે લુકને પરફેક્ટ કર્યો હતો. સામે આવેલી તસ્વીરોમાં રિયા રાજીવને ગળે લગાવીને પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસ્વીરોની અંદર રિયા ખુબ જ ખુશ જોવા મળી રહી છે. રિયાની આ તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે રિયા હવે ધીમે ધીમે પોતાની નોર્મલ લાઈફમાં પાછી ફરી રહી છે. સોશિયલ મીડિયામાં પણ તેની આ તસવીરો ઘણી જ વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોને રાજીવે જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી, પરંતુ થોડીવારમાં જ તેને આ તસ્વીરોને ડીલીટ પણ કરી દીધી હતી. રિયા જલ્દી જ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મ “ચહેરે”માં નજર આવી શકે છે.