ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતનો છેલ્લો મેસેજ, કરી દીધો હતો બ્લોક

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને લઇને દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. તો હાલમાં જ રિયાએ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મૌન તોડયું હતું. સુશાંતના નિધન મામલે રિયાને મીડિયા સાથેની વાતચીતમાં ડ્રગ્સ, પૈસા, ડિપ્રેશન અને મહેશ ભટ્ટ સહીત બધા જ સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આ વચ્ચે એક સવાલના જવાબમાં રિયાએ સુશાંતના છેલ્લા મેસેજને લઈને જણાવ્યું હતું. રિયાએ ખુલાસો કર્યો હતો કે, સુશાંતે તેને 9 જૂનના રોજ છેલ્લો મેસેજ કર્યો હતો. આ બાદ રિયાએ સુશાંતને બ્લોક કરી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત કેસ અને તેમના સંબંધો વિશે પહેલીવાર ખુલીને વાત કરી હતી. તેણે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે 8 જૂને સુશાંતનું ઘર છોડીને ચાલી ગઈ પછી શું થયું હતું. રિયાએ જણાવ્યું હતું કે, સુશાંતે રિયાને તેનું ઘર છોડ્યાના એક દિવસ પછી એટલે કે 9 જૂને તેનો મેસેજ કર્યો હતો. તે દુઃખી હતી કે સુશાંતે 8 જૂનથી વાત કેમ કરી આ હતી. તેથી તેને સુશાંતનો નંબર બ્લોક કરી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાએ જણાવ્યું હતું કે, તે બહુ જ દુઃખી હતી. 9 જૂનના રોજ સુશાંતનો મેસેજ આવ્યો હતો કે, કેમ છે મારી બેબુ ? આ બાદ રિયાએ કહ્યું હતું કે, મને ખરાબ લાગતું હતું અને એવું મહેસુસ થતું હતું કે, સુશાંત મને તેની જિંદગીમાં રહેવા દેવા નથી માંગતો. તેથી મેં તેને બ્લોક કરી દીધો હતો. મારા માતા-પિતા આ વિષે કંઈ જાણતા ના  હતા.પરંતુ સુશાંત મારા ભાઈના સંપર્કમાં હતો. તે હજુ પણ મારા ફેમિલી ગ્રુપમાં છે. જો તેને મારી સાથે કોઈ વાત કરી હોત અથવા તો આવું કંઈક થવાનું હોત તો હું ખુદ જ તેની પાસે જાત.

 

View this post on Instagram

 

That ray of sunshine today , pure hope for mankind today #rheality #keepthefaith 🌤 Fav 📸 – @siddharth_pithani 🌤

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાના જણાવ્યા મુજબ, 2-3 જૂને સુશાંતને તેને જવાનું કહી દીધું હતું. પરંતુ રિયાની તબિયત ઠીક ના હતી અને તેને એન્જાઇટી એટેક આવતા હતા. રિયાએ જણાવ્યું હતું કે, 8 જુનના રોજ તેનું એક થેરાપી સેશન હતું. પરંતુ આ પહેલા જ સુશાંતે તેને જવા માટે કહી દીધું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.