મનોરંજન

સુશાંત સિંહના કેસમાં રિયા ચક્રવર્તીને મળી મોટી રાહત, જાણીને સુશાંતના ફેન્સને ધ્રાસ્કો લાગશે

BIG NEWS : રિયા ચક્રવર્તીના ફેન્સ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, સુશાંતના ફેન્સ ચોંકી ઉઠ્યા

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડગ કેસની તપાસ કરી રહેલી NCBએ અભિનેત્રી રિયા ચક્રવર્તીના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા અને તેના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા હતા. સ્પેશ્યિલ કોર્ટે અભિનેત્રીના ખાતાઓ ડિફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રિયાને નાર્કોટિક ડગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ તેના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે અભિનેત્રીના મેકબુક પ્રો અને આઈફોન જેવા ગેજેટ્સ પરત કરવાનો પણ આદેશ આપ્યો છે.

રિયાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે હું વ્યવસાયે અભિનેત્રી અને મોડલ છુ અને NCBએ 16 સપ્ટેમ્બર 2020ના રોજ કોઈપણ કારણ વગર તેના બેંક ખાતા અને FD ફ્રીઝ કરી દીધા હતા. રિયાએ જણાવ્યું હતું કે કર્મચારીઓને પગાર ચૂકવવા અને GST સહિત વિવિધ કર ચૂકવવા માટે ખાતાઓ ઓપરેટ કરવાની જરૂર છે. રિયાએ એમ પણ કહ્યું કે તેનો ભાઈ પણ તેના પર નિર્ભર છે.

કોર્ટમાં NCBનું પ્રતિનિધિત્વ કરતા સ્પેશ્યિલ પ્રોસિક્યુટર અતુલ સરપાંડેએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે આ મામલે નાણાકીય તપાસ ચાલી રહી છે અને તે હજુ પૂર્ણ થઈ નથી. સરપાંડેએ કહ્યું હતું કે જો ખાતાઓ ડિફ્રીઝ કરવામાં આવશે તો તપાસમાં અવરોધ આવી શકે છે. તેમાં જમા કરાયેલા નાણાનો ઉપયોગ ડગ માફિયાઓ અને ડગ સંબંધિત ધંધા માટે પણ થવાની શક્યતા છે.

દલીલો સાંભળ્યા પછી સ્પેશિયલ જજ ડીબી માનેએ કહ્યું, “તપાસ અધિકારીના જવાબ પરથી એવું લાગે છે કે રિયા ચક્રવર્તીના બેંક ખાતા અને એફડી ફ્રીઝ કરવા પર એનસીબીનો વાંધો માન્ય નથી.” આવી સ્થિતિમાં રિયા શરતોને આધીન તેના બેંક ખાતા અને એફડીનો ઉપયોગ કરી શકે છે.

કોર્ટે આદેશ આપ્યો છે કે રિયાએ એક એફિડેવિટ આપવું પડશે જે મુજબ તેણે તપાસ અધિકારીને કેસની સુનાવણી દરમ્યાન અથવા તે પછી જો જરૂરી હોય તો તેના ખાતામાં જમા થયેલી રકમ વિશે જાણ કરવી પડશે. બીજી અરજીમાં રિયા ચક્રવર્તીએ માંગ કરી હતી કે તેના મેકબુક, લેપટોપ અને આઈફોન જેવા ગેજેટ્સ તેને પરત કરવામાં આવે.

NCBના વકીલ અતુલ સરપાંડેએ કહ્યું કે અભિનેત્રીના ગેજેટ્સ જપ્ત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને હવે ગેજેટ્સ અભિનેત્રીને ત્યાંથી મેળવવું પડશે. તેના પર કોર્ટે આદેશ આપ્યો કે ઓળખ અને વેરિફિકેશન બાદ રિયાના ગેજેટ્સ તેને એક લાખ રૂપિયાના બોન્ડ પર પરત કરવામાં આવે. રિયાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે રૂમી જાફરીની ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહિ.