ફિલ્મી દુનિયા

રિયાનો આખરે ભાંડો ફુટી જ ગયો,12 જૂનના રોજ સુશાંતના ઘરે જ હતી પણ…

દિવંગત એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ દરરોજ કોઈને કોઈને નવો ખુલાસો થતા સવાલો ઉભા થાય છે. બીજી તરફ રિયા ચક્રવર્તી પણ છેલ્લા 1 મહિનાથી શંકાના દાયરામાં છે. ડ્રગ્સની ચેટ સામે આવ્યા બાદ રિયાને લઈને આખો મામલો હવે સીબીઆઈ સાથે નાર્કોટિક્સ બ્યુરો સુધી પહોંચ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

હાલમાં જ એક નવી વાત સામે આવી છે જેને લઈને ફરી એકવાર રિયા સવાલના દાયરામાં ઘેરાઈ છે. આ વચ્ચે સૌથી અગત્યનો સવાલ એ છે કે, રિયા 12 જુનના દિવસે સુશાંતના ઘરે હતી ? સોશિયલ મીડિયામાં રિયાની વાયરલ થઇ રહેલી તસ્વીરને લઈને દાવો કરવામાં આવ્યો છે કે તે સુશાંતના ઘર પર જ હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

તો રિયા આ વાત પર જ કાયમ છે કે તે 8 જુનના રોજ સુશાંતસિંહ રાજપૂતનું ઘર છોડીને ચાલી ગઈ હતી. આ બાદ તેને સુશાંતનો નંબર બ્લોક કરી દીધો હતો. પરંતુ રિયા ચક્રવર્તીની આ વાત તેની તસ્વીર પર સવાલ ઉઠાવવા મજબુર થઇ રહી છે. હાલ તો સવાલ એ ઉઠી રહ્યો છે કે, 12 જૂન 2020ના રોજ રિયાએ આ કેક કોની માટે મંગાવી હતી ?

 

View this post on Instagram

 

A post shared by The Homemade Sunshine (@thehomemadesunshine) on

સોશિયલ મીડિયામાં રિયાની એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીર કેક શોપના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ તસ્વીર 12 જૂનની છે. ખબરોની માનીએ તો રિયા ચક્રવર્તીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ તસ્વીર શેર કરી હતી. તસ્વીરમાં રિયા કેક શોપનો આભાર વ્યક્ત કરતા સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીનું નામ પણ લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by The Homemade Sunshine (@thehomemadesunshine) on

સૂત્રોનું માનીએ તો, રિયાની તસ્વીરની પાછળ જે જગ્યા દેખાઈ રહી છે તે સુશાંતના લિવિંગ રૂમની છે. ઘરમાં એક ફ્રેમમાં એ એસ્ટ્રાનોટની તસ્વીર લગાવેલી છે. જેની કિનારી સેમ એવી જ છે જેવી સુશાંતના લિવિંગ રૂમમાં છે. કદાચ આ ફોટો જૂનો પણ હોઈ શકે છે. આ ફોટો કેક શોપના પ્રમોશન માટે પણ હોય. જે રિયાએ પહેલા જ ક્લિક કરાવ્યો હોય. જે હોય તે પરંતુ હાલ તો આ તસ્વીરને લઈને સવાલ ઉઠયા છે.

 

View this post on Instagram

 

A post shared by The Homemade Sunshine (@thehomemadesunshine) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.