બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અનુલ કપૂરની દીકરી રિયા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. ત્યારે ગઈકાલે તેનું રિસેપશન પણ યોજાયું હતું, જેમાં અનિલ કપૂરે બોલીવુડમાંથી કોઈને આમંત્રણ ના અપાતા પોતાના નજીકના સંબંધીઓને જ આ રિસેપશનમાં બોલાવ્યા હતા, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂરના લગ્ન 14 ઓગસ્ટના રોજ કરન બુલાની સાથે યોજાયા હતા. આ લગ્ન અનિલ કપૂરના ઘરમાં જ થયા હતા. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે ગઈકાલે 16 ઓગસ્ટના રોજ લગ્નના બે દિવસ બાદ રિસેપશન પાર્ટી પણ યોજવામાં આવી હતી. આ પાર્ટી પણ અનિલ કપૂરના જુહુ સ્થિત બંગલામાં યોજાઈ હતી.
રિયાના વેડિંગ રિસેપ્શનમાં બોની કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, સંજય કપૂર, મહિપ કપૂર, મોહિત મારવાહ, કુનાલ રાવલ, ફરાહ ખાન, પૂજા ઢીંગરા સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. જાહ્નવી બહેનના લગ્નમાં હાજર રહી શકી નહોતી, તે વેડિંગ પાર્ટીમાં જોવા મળી હતી. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે આવી હતી.
આ રિસેપશનમાં રિયા જાહ્નવી અને ખુશી કપૂરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેને જોઈને લોકોએ આલોચના કરવાની પણ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયાની અંદર લોકોને ઘરના જ લગ્નમાં પહોંચેલી આ બંને બહેનોનો અંદાજ પસંદ આવ્યો નહોતો.
ડિનર પાર્ટીની અડનાર નવી નવેલી દુલ્હન રિયા કપૂર પતિ કરણ બુલાની સાથે વેડિંગ કેક કાપતી પણ નજર આવી હતી. આ દરમિયાન રિયા ખડખડાટ હસ્તી પણ જોવા મળી હતી. તો સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અને જહાન કપૂર પણ પોઝ આપતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ફરાહ ખાન સાથે અનિલ કપૂર પણ સ્ટાઈલિશ લુક આપતા જોવા મળ્યા હતા.
રિયા અને કરણે એક બીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યું છે અને હવે આ 10 વર્ષના લાંબા સમયગાળા બાદ બંને હવે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. ઘણીવાર આ બંનેના સંબંધોની ખબરો સામે આવી છે, પરંતુ હજુ સુધી તેમને પોતાના સંબંધોને જાહેર નહોતો કર્યો.
ભલે બંનેએ પોતાના સંબંધોને સોશિયલ મીડિયા ઉપર જાહેર ના કર્યો હોઉં પરંતુ આ કપલ હંમેશા પોતાની તસવીરો સોશિયલ મીડિયા ઉરપ શેર કરતા હતા. અને ચાહકો સામે ખુલીને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ અભિવ્યક્ત કરતા હતા.
રિયા પ્રોડ્યુસર હોવાની સાથે બહેન સોનમની સાથે રેસન નામની ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે. કરન બુલાનીની વાત કરીએ તો તે એક ફિલ્મ-નિર્માતા છે. તેણે લગભગ 500 જાહેરાત બનાવી છે.
આ ઉપરાંત તેણે ‘આયશા’ અને ‘વેકઅપ સિડ’ જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે અનિલ કપૂરની સાથે ‘સિલેક્શન ડે’માં કામ કર્યું છે અને શોર્ટ ફિલ્મ્સ પણ બનાવી છે.
View this post on Instagram