...
   

જામનગર : કેડસમા ધસમસતા પાણીમાં ફસાયા રિવાબા જાડેજા, કહ્યુ- પ્રકૃતિને પહોંચી ન વળીએ પણ…

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ વરસતા લોકો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યાં જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ત્યારે વોર્ડ નંબર 2માં આવેલ પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ધારાસભ્ય રિવાબા કેડસમા પાણીમાં પણ રેસ્ક્યૂ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કેડસમા ધસમસતા પાણીમાં રેસ્ક્યૂ ટીમ સાથે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પહોંચ્યા હતા.

રાજ્યમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જરુરી માહિતી મેળવી હતી તેમજ માર્ગદર્શન આપ્યું હતું.રિવાબાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી લખ્યુ- પ્રકૃતિને પહોંચી ન વળીએ પણ આપણા લોકોનો બચાવ કરી મદદ તો જરૂર કરી શકીએ.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

Shah Jina