મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ રીવ્યુ: ‘The Sky Is Pink’ ફિલ્મ જોતાં પહેલાં એક વાર આ રીવ્યુ જરૂર વાંચજો…

ધ સ્કાય ઇઝ પિંક : મૃત્યુનો જલ્સો!

મૃત્યુ જ્યારે નજર સમક્ષ દેખાતું હોય, ઇચ્છતાં હોવા છતાં એનો ઇલાજ શક્ય ન હોય, માણસ હજુ પોતાની જિંદગી જીવ્યો જ ન હોય એ વખતે પોતાના પરિવારના ચહેરા પર સ્મિત લાવી શકવાનું કામ કેટલું અઘરું છે, નહીં? સોનાલી બોઝ દિગ્દર્શિત ‘ધ સ્કાય ઇઝ પિંક’ એવી જ એક ટીન-એજ છોકરીની બાયોગ્રાફી છે, જે મૌત સામે ઝઝૂમીને અમર બની ગઈ. SCID (સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી)નો શિકાર બનેલી આયેશા ચૌધરી (ઝાયરા વસીમ) બાળપણમાં લીધેલી કિમોથેરાપીની આડઅસરને લીધે મૃત્યુ પામે છે અને તેના પેરેન્ટ્સ નિરેન ચૌધરી (ફરહાન અખ્તર) અને અદિતિ ચૌધરી (પ્રિયંકા ચોપરા)ની દુનિયા અને તેમનો લગ્નસંસાર ભાંગી પડે છે.

Image Source

આયેશા ચૌધરીના પાત્રમાં ઝાયરા વસીમે કદાચ પોતાની જિંદગીનો છેલ્લો રોલ પૂરો કર્યો. પોતાના ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ મૂકીને તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું છે. પણ ધ સ્કાય ઇઝ પિંક જોયા પછી ખરેખર એવું લાગે છે કે બોલિવૂડે એક ટેલેન્ટેડ આર્ટિસ્ટ ગુમાવી છે! પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરના અભિનયના વખાણ કરીએ એટલા ઓછા છે. ‘ડિયર ઝિંદગી’ અને ‘હિચકી’ ફેમ ન્યુ બોલિવૂડ બોય રોહિત સુરેશ સરફે અહીંયા ઇશાન ચૌધરીનો કિરદાર નિભાવ્યો છે.

Image Source

વ્હાય ધ સ્કાય ઇઝ પિંક? આકાશનો રંગ ગુલાબી કેવી રીતે હોઇ શકે? અદિતિ અને ઇશાન વચ્ચે ફિલ્મમાં એક સુંદર સંવાદ છે : ઇશાન અદિતિને કહે છે કે આજે સ્કૂલમાં ટીચરે મારું અપમાન કર્યુ, કારણકે મારા ડ્રોઇંગમાં મેં ગુલાબી રંગનું આકાશ દોર્યુ હતું. અને બધાએ કહ્યું કે સ્કાયનો કલર તો બ્લ્યુ જ હોય! એ વખતે પ્રિયંકા કહે છે, દીકરા ક્યારે ય કોઈને તારા સ્કાયનો રંગ નક્કી નહીં કરવા દેતો! દરેકનું પોતપોતાનું આકાશ છે, એના વિશે ટિપ્પણીઓ કરવાનો બીજાને અધિકાર નથી.

Image Source

ડિરેક્ટર શોનાલી બોઝે ભૂતકાળમાં પણ આવા જ એક વિષય પર અદભુત ફિલ્મ ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’ બનાવી હતી. તેઓ પોતાની વાતનું રિયાલિસ્ટિક પ્રેઝન્ટેશન કરવા માટે જાણીતા છે. પણ, ‘ધ સ્કાય ઇઝ પિંક’માં તેમણે ગ્લેમર ઉમેર્યુ છે. સંગીત આપ્યું છે પ્રિતમ દા એ! જે એટલું બધું ખાસ નથી. ફિલ્મને અંતે આવતા વીડિયો, ફોતો અને ફૂટેજ પ્રેક્ષકોની આંખો ભીની કરી દેવા માટે કાફી છે. જુલાઈ ૨૦૧૯માં ઇશાને કંપોઝ કરેલું ગીત ‘ફોર આયેશા’ થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી પણ મગજમાંથી ભૂંસાવાનું નામ નહીં લે! ફક્ત આયેશાની બિમારી કે મૌત પર ફોકસ કરવાને બદલે અદિતિ, ઇશાન અને નિરેનના એકબીજા સાથેના સંબંધો પર પણ ધ્યાન કેન્દ્રિત થયું છે એ આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. લાંબા સમય પછી હિન્દી ફિલ્મોમાં પાછી ફરેલી પ્રિયંકા ચોપરા જોનસે બોલિવૂડને ‘એક મસ્ટ વોચ’ ફિલ્મ આપી છે.

ક્લાયમેક્સ : ડિરેક્ટર શોનાલી બોઝના દીકરાનું નામ પણ ઇશાન હતું. પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન વારંવાર કહ્યું હતું કે ‘ધ સ્કાય ઇઝ પિંક’નો હાર્દ સમજવા માટે શોનાલીથી વધારે સારો વિકલ્પ અમને મળી શકે એમ જ નહોતો.

સ્ટાર : ચાર ચોકલેટ.

કેમ જોવી? : મૃત્યુને શોક તરીકે નહીં, પરંતુ ઉત્સવ અને ઉલ્લાસપૂર્ણ અંદાજમાં સ્વીકારવા માટે!
કેમ ન જોવી? : ફક્ત રોમાન્સ, ધૂમધડામ, એક્શન અને સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો જોવાના જ આગ્રહી હો તો!

આવનારી તમામ લેટેસ્ટ ફિલ્મોના રીવ્યુ જોવા માટે અમારી ચેનલ Known Sense Club કિલ્ક કરી સબસ્ક્રાઇબ કરો
નીચે જુઓ વિડિઓમાં સંપૂર્ણ માહિતી :

https://youtu.be/EfnGW7m34d4

નીચે The Sky Is Pink ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.