મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ રિવ્યુઃ એવેન્જર્સ એન્ડગેમ: આ ફક્ત એક ફિલ્મ નથી, પણ ઈમોશન, હ્યુમર અને ઘણાબધા સરપ્રાઈઝ પણ છે..

લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહયા હતા એ ફિલ્મ Avengers: Endgame આજે રિલીઝ થઈ ગઈ છે. Marvel Studiosની આ ફિલ્મ સુપર હિરોઝના ચાહકો માટે એક તહેવારની જેમ છે, આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ જ્યારથી શરુ થયું હતું ત્યારથી જ તેના લગભગ બધા જ શો હાઉસફુલ છે. આ ફિલ્મ ભારતમાં હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં થઇ છે.

Image Source

Avengers: Endgame પ્રખ્યાત સુપરહીરો ફ્રેન્ચાઇઝી એવેંજર્સની અંતિમ ફિલ્મ છે. આ ફિલ્મ કોઈ રોમેન્ટિક ફિલ્મ નથી, આ ફિલ્મની વાર્તા બ્રહ્માંડને નષ્ટ કરવા માટે જીદે ભરાયેલા એક સુપર વિલન અને તેને રોકનાર સુપર હીરોઝની વાર્તા છે. આ હોલિવૂડની એવી ફિલ્મ છે, જેના ભારતભરમાં કરોડો ચાહકો છે. આ ફિલ્મ વિશ્વભરમાં એટલી લોકપ્રિય થઇ ચુકી છે કે તેને ભારતમાં કમાણીના બધા જ રેકોર્ડ તોડી દીધા છે.

Image Source

એવેંજર્સને રુસો બ્રધર્સે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મની ભારતમાં પહેલા જ દિવસે 10 લાખ ટિકિટો વેચાઈ ચુકી છે. Avengers: Endgameને ભારતમાં 24×7 શો ચાલુ રાખવાની પરવાનગી પણ મળી ગઈ છે. આ ફિલ્મને ભારતમાં ભવ્ય ઓપનિંગ મળી છે.

Image Source

દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં એકશન, મજા અને ઈમોશન છે. આ ફિલ્મ જોતા સમયે દર્શકોની આંખમાં આંસુ પણ આવી જશે. ફિલ્મના અંતમાં થોડા થ્રિલ અને ચોંકાવનારા સીન્સ છે.

Image Source

ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે અને રમેશ બાલાએ 5 સ્ટાર આપ્યા છે. તેમને આ ફિલ્મને શ્રેષ્ઠ કહી છે. તેમને ટ્વવિટ કરીને લખ્યું છે કે આ મચઅવેટેડ ફિલ્મ લોકોની અપેક્ષા કરતા વધુ છે. ઈમોશન, હ્યુમર અને ઘણા બધા સરપ્રાઈઝ. બોક્સઓફિસ પર સુનામી માટે તૈયાર રહો.

એક દર્શકે ટ્વીટર પર લખ્યું – મેં આ રીતની સુપરહીરો ફિલ્મ માટે ક્યારેય આંસુ નથી વહાવ્યા. ઇમોશનથી ભરપૂર, ખરેખર આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. આને ફક્ત અંગ્રેજીમાં જ જુઓ. આવતો શો ફરી શનિવારે સાંજે. રિપીટ.

એક દર્શકે લખ્યું કે એન્ડગેમ ફક્ત એક ફિલ્મ નથી આમાં ઈમોશન છે. જે તમને હસાવશે, રડાવશે અને તમે પોતાના ફેવરેટ હીરો વિશે જાણશો.

એક યુઝરે ટ્વીટ કરી – મને નથી ખબર કે અમે ફરી ક્યારેય Avengers: Endgame જેવું કઈ જોઈ શકીશું. આ હકીકતે માર્વેલ ફ્રેન્ચાઇઝીના પ્રશંસકો માટે એક લવલેટર છે. આ માસ્ટર પીઆઈએસ છે. Avengers: Endgame દરેક પ્રકારે એપિક છે અને દરેક સીન ઇમોશનથી ભરપૂર છે.

Film Trailer

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks