વાયરલ

ડ્રાઈવરે એવી રીતે નાના વળાંકમાં વાળી બસ કે જોનારા પણ રહી ગયા હેરાન, જુઓ વાયરલ વીડિયો

આડેધડ બસ હંકારતા ઘણા ડ્રાઈવરને આપણે જોયા છે, જયારે કોઈ વળાંકમાં કે કોઈ બીજા વાહનનો ઓવરટેક કરે ત્યારે આપણા જીવ પણ અઘ્ધર થઇ જતા હોય છે. અને એમાં પણ જો પહાડી વિસ્તારના વાંકા ચૂંકા રસ્તાઓ ઉપર આવા ડ્રાઈવરની બસમાં બેસી ગયા તો તો સમજો કે બસમાં બેઠા બેઠા જ સ્વર્ગના સપના જોઈ લઈએ.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એમાં એવા જ એક ખુબ જ નાના અને પહાડી પ્રદેશના વળાંક ઉપર એક ડ્રાઈવર જે રીતે બસ વાળી રહ્યો છે તે જોઈને સૌ કોઈ હેરાન રહી જાય છે અને ડ્રાઈવરની પ્રસંશા પણ કરે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને 16 ડિસેમ્બરના રોજ એક ફેસબુક પેજ InCrEdiBle HimAchAl ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. જે જોત જોતામાં ખુબ જ વાયરલ થઇ ગયો. આ વાયરલ વીડિયોની અંદર કેવી રીતે બસ ડ્રાઈવર પહાડોના પાતળા રસ્તાઓ ઉપર ના ફક્ત બસને રિવર્સ કરે છે પરંતુ બીજા રસ્તા તરફ વાળી પણ લે છે.

આ વીડિયો પહેલા યુટ્યુબ ઉપર શેર કરવામાં આવ્યો છે, જેને Onkar Malushte દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જેની અંદર લખવામાં આવ્યું હતું કે આ વિડીયો ઉદયપુર (હિમાચલ પ્રદેશ)થી લગભગ 12 કિલોમીટર દૂર એક ખતરનાક રસ્તાનો છે.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને અત્યારસુધી લાખો લોકોએ જોઈ લીધો છે. પરંતુ આ એક જોખમ ભરેલું કાર્ય છે અમે આવા કોઈ કાર્યને સમર્થન નથી કરતા. જે લોકો આ કામમાં માસ્ટર છે તેઓ જ આ કામ કરી શકે છે.