BREAKING : કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાનાએ કર્યા ખૂબ જ ચોંકાવનારા ખુલાસા- જાણો વિગત

ધંધુકામાં થયેલ માલધારી સમાજના યુવક કિશન ભરવાડની હત્યા કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસાએ થઇ રહ્યા છે.આ હત્યા કેસમાં પોલિસ તપાસ પણ ઘણી તેજ છે અને કિશનને જલ્દીથી ન્યાય મળે તેવા પ્રયત્નો પણ થઇ રહ્યા છે ત્યારે કિશનની હત્યાને આજે એક અઠવાડિયા કરતા પણ વધારે સમય વીતી ગયો છે, આ કેસમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, અને આ હત્યા પાછળના તાર છેક દિલ્હી અને મુંબઈ સુધી પણ જોડાયેલા જોવા મળ્યા છે.કિશન ભરવાડની હત્યા કરવા માટે દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતમાં રહેલા મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવીને આખો જ પ્લાન બનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બાહર આવ્યું છે.

આ કેસમાં પાકિસ્તાન અને આતંકી કનેક્શન સામે આવ્યુ હતુ અને તે બાદ હવે વિદેશી કનેક્શન સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ મામલે સેન્ટ્રલ એજન્સી પણ તપાસમાં જોડાઇ ચૂકી છે અને સમગ્ર કાવતરાની તપાસ NIA પણ કરશે. મૌલાના કમર ગની ઉસમાની અને ઐયુબના કનેક્શનને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હવે આ કેસમાં ફરી એકવાર ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર,અમદાવાદ જમાલપુર મસ્જિદના મૌલાના ઐયૂબે લગભગ 1500 જેટલી પુસ્તકો છપાવી હતી અને તેમાં કટ્ટરવાદી પુસ્તકો તે યુવકોને ફ્રીમાં આપતો હતો. મૌલાના ઐયુબ જે તહેરિક-એ-ઈસ્લામ સંસ્થા ચલાવે છે તેમાં ભરતી કરાયેલા યુવાનોનો જેહાદી પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો.મૌલાના યુવાનોને પોતાના સંગઠનમાં જોડાવવા બદલ 365 રૂપિયા ફી લેતો હતો. મૌલાના કમર ગની 6 વાર ગુજરાત પણ આવી ચૂકિયો છે અને તે સુરત વડોદરા અને અમદાવાદમાં રોકાયો હતો. મૌલાના અયુબે લખેલી પુસ્તકમાં કટ્ટરવાદી વાતોનો ઉલ્લેખ છે. પાકિસ્તાન અને આતંકી કનેક્શન ખુલતા NIA સહિતની સેન્ટ્રલ એજન્સીઓ પણ આ મામલે તપાસ કરવાની છે અને ગુજસીટોકની કલમ ઉમેરાતા હવે આરોપીઓને વિશેષ કોર્ટમાં પણ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ મામલામાં કેસની તપાસ કરી રહેલ ATSના જણાવ્યા પ્રમાણે ઉસ્માની છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ અલગ શહેરોની મુલાકાત પણ લીધી હતી.તો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઉસ્માનીએ પહેલા શબ્બીરને ના ઓળખતો હોવાની વાત જણાવી હતી, પરંતુ બાદમાં જયારે શબ્બીર સામે આવ્યો ત્યારે શબ્બીરે મૌલાનાને ઓળખી બતાવ્યો હતો. શબ્બીર સોશિયલ મીડિયાના માધ્યમથી ઉસ્માનીના સંપર્કમાં આવ્યો હતો. જેના બાદ બંને એકબીજાને મળ્યા હતા.

ઉસ્માનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે તે કઈ ખોટું નથી કરી રહ્યો, અને તેના બાદ જ અમદાવાદના મૌલાના ઐયુબ જાવરાવાલા, શબ્બીર અને ઉસ્માની વચ્ચે મુલાકાત થઇ હતી. જેના બાદ કિશન ભરવાડની હત્યાનું જમાલપુરની મસ્જિદમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.આ મામલામાં તપાસ કરી રહેલી ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ અમદાવાદ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. જ્યાં મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક ઉપરાંત એરગન મળી આવ્યા હતા. આ ઉપરાંત તપાસ ટીમે રિયાઝ હોટલ પાસે આવેલા મૌલાનાના ઘરની પણ તપાસ કરી હતી. જ્યાંથી મૌલાના ઐયુબે લખેલું પુસ્તક પણ કબ્જે કર્યું હતું. આ ઉપરાંત ફાયરિંગની પ્રેક્ટિસ માટે લાવેલી એરગન પણ કબ્જે કરી હતી. મૌલવી ઐયુબ સાથે દિલ્હીના મૌલાનાને સાથે રાખી મસ્જિદ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

Shah Jina