આખરે સીમાએ કેવી રીતે કરી હતી સરહદ ક્રોસ ? કોણે કરી હતી તેની મદદ બોર્ડર પાર કરવામાં ? IB દ્બારા કરવામાં આવ્યા એવા ચોંકાવનારા ખુલાસા કે… જુઓ

આખરે સીમાએ કેવી રીતે ક્રોસ કરી ‘સીમા’, કોણે મદદ કરી, શું લઈને આવી, IBના ચોંકાવનારા ખુલાસાએ વધારી દીધું આપણું ટેન્શન

How did Seema Haider cross the border? : હાલ પાકિસ્તાનથી પોતાના ચાર બાળકો સાથે પ્રેમી માટે ભારત ભાગીને આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં છે. સીમાને પબજી ગેમ રમતા રમતા નોઈડાના સચિન સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેના બાદ તે પાકિસ્તાનથી ભારત આવી ગઈ, ત્યારે હવે યુપી એટીએસની ટીમ છેલ્લા બે દિવસથી પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરની સતત પૂછપરછ કરી રહી હતી. આ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થયા છે.  મોડી સાંજે યુપીના સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમારે પણ સીમા હૈદરને લઈને નિવેદન આપ્યું હતું.

સચિન અને સીમાની પુછપરછ પૂર્ણ :

તેમણે કહ્યું કે આ મામલો બે રાષ્ટ્રો વચ્ચે જોડાયેલો છે, જ્યાં સુધી પૂરતા પુરાવા ન મળે ત્યાં સુધી કંઈપણ કહેવું યોગ્ય નથી. સીમા હૈદર અને તેના પ્રેમી સચિન મીનાની યુપી એટીએસની પૂછપરછ લગભગ પૂરી થઈ ગઈ છે. હવે એટીએસ તેનો તપાસ રિપોર્ટ યુપીના ગૃહ વિભાગને મોકલશે. ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ સમગ્ર મામલે કહ્યું કે સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ભારતમાં પ્રવેશ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ત્રીજી વ્યક્તિએ કરી હતી મદદ :

તેમને આગળ જણાવ્યું કે, સરહદ નજીકથી બે વીડિયો કેસેટ, 4 મોબાઈલ ફોન, 5 પાકિસ્તાની અધિકૃત પાસપોર્ટ મળી આવ્યા છે. આ સાથે એક પાસપોર્ટ પણ મળી આવ્યો છે, જેમાં કોઈનું નામ નથી. જ્યારે સીમા હૈદરને ભારત આવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેણે યુટ્યુબની મદદથી જોયું છે કે તે કેવી રીતે સરહદ પાર કરી શકે છે. બીજી તરફ રિપોર્ટ અનુસાર સીમા ત્રીજા વ્યક્તિની મદદથી ભારતીય સરહદમાં પ્રવેશી હતી.

ભારતીય મહિલાઓ જેવા કપડાં પહેરીને પાર કરી સરહદ :

તો કેન્દ્રીય તપાસ એજન્સીની તપાસમાં એ પણ સામે આવ્યું કે કોઈ ત્રીજા વ્યક્તિની મદદથી સીમાને સંપૂર્ણ તૈયારી સાથે ભારતીય સરહદમાં દાખલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સીમાએ યોગ્ય તૈયારી સાથે પોતાનો ડ્રેસ એ રીતે તૈયાર કર્યો હતો કે તે ગ્રામીણ ભારતીય મહિલા જેવી દેખાતી હતી. આ રીતે બોર્ડર પાર કરવા માટે પ્રોફેશનલ્સની મદદ લેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે તેણે પોતાના બાળકોને પણ તે જ રીતે કપડાં પહેરાવ્યા હતા.

તપાસ એજન્સીનો રિપોર્ટ આવ્યો સામે :

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, માનવ તસ્કરીમાં સામેલ મહિલાઓ એટલે કે ઘરેલું મદદગાર અથવા વેશ્યાવૃત્તિ રેકેટમાં સામેલ મહિલાઓ ભારત-નેપાળ સરહદ પાર કરવા માટે સમાન પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ સિવાય સીમા જે ભાષામાં અસ્ખલિત રીતે બોલી રહી છે, આવી ટ્રેનિંગ નેપાળમાં હાજર પાકિસ્તાની હેન્ડલરો દ્વારા તે મહિલાઓને આપવામાં આવે છે જેઓને નેપાળ બોર્ડર પાર કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ભારત મોકલવામાં આવે છે.

Niraj Patel