હેલ્થ

જો તમે પણ વધેલું તેલ ફરી વાપરો છો તો ચેતી જજો, આ લેખમાં મેળવો ફાયદાકારક જાણકારી

આપણા બધાના ઘરમાં પૂરીઓ, કચોરી, સમોસા, ફ્રાઈઝ વગેરે વસ્તુઓ બને છે. એમાંથી વધેલ તેલને આપણે ઓછામાં ઓછા 3-4 વખત ઉપયોગમાં લઈએ છીએ. એના પછી વધેલ તેલ ઘણી વખત ફેંકી દેતા હોઈએ છીએ. બજારમાં મળતા સમોસા, કચોરી કે બ્રેડ પકોડા આપણે વધુ ખાવાનું પસંદ કરીએ છીએ. પણ શું આપણે જાણીએ છીએ કે એ જગ્યાઓ પર વપરાયેલ તેલ કેટલું જૂનું હોય છે?

image source

મહત્વનો સવાલ એ છે કે એક વખત કોઈ વસ્તુ તળ્યા બાદ વધેલ તેલને ફરી કેટલી વખત અને કેવી રીતે વાપરવું જોઈએ? એવું કહેવાય છે કે કોઈ વસ્તુ એક વખત તેલમાં તળવામાં આવે અને બીજી વસ્તુ તળવા માટે એ જ તેલનો ઉપયોગ કરવામાં આવે તો એવા તેલમાં રૈડિકલ્સ જન્મ લઇ લેતા હોય છે.

એવા તેલમાં તળેલ વસ્તુ ખાવાને કારણે પગમાં સોજો અને બળતરા જેવી બીજ અઢળક બીમારીઓ થઇ શકે છે. એક વખત વપરાયેલ તેલને ફરી યુઝ કરવાથી ઘણી બીમારીઓ થવાનો ખતરો વધે છે. એવા તેલ થી સૌથી વધુ એસીડીટી, હૃદય સંબંધિત બીમારીઓ, ગળામાં બળતરા જેવી બીજી બીમારો થઇ શકે છે.

image source

સાથે જ ડાયાબિટીસ અને મોટાપા જેવી બીમારીઓ પણ લાગુ પડી શકે છે. સાથે જ એક વખત વપરાયેલ તેલને વારે વારે ગરમ કરવાથી ફ્રી રેડીકેલ્સ બને છે અને તેને કારણે તેલની અંદર એન્ટી ઓક્સીડન્ટની માત્રા ઓછી થઇ જાય છે. એટલા માટે તેમાં કેન્સરના કીટાણુઓ જન્મવાની સંભાવના વધી જાય છે.

કોલેસ્ટ્રોલ, દિલનો દુખાવો અને શરીરની નશો બ્લોક થવા જેવી ગંભીર સમસ્યાઓ પણ થઇ શકે છે. સવારે તો સમજ્યા પણ ખાસ કરીને રાત્રે આવા તેલનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ અને બાળકોને પણ આવા તેલમાં તળેલ વસ્તુઓ ન આપવી જોઈએ.

image source

ડીપ ફ્રાય કરવા માટે ઉપયોગમાં લીધેલ તેલ નો ફરી ઉપયોગ ન કરવો જોઈએ, પણ કોઈક વખત આપણે તે કરી શકીએ છીએ. આવી સ્થિતિ આ વાત પર નિર્ભર કરે કે કેવા પ્રકારનું તેલ આપણે વાપરી રહ્યા છીએ.
શું એ તેલમાં કોઈ ખાવાની વસ્તુ ડીપ ફ્રાઈ કરવામાં આવી હતી કે થોડી જ તળવામાં આવી હતી? એ તેલમાં શું ખાવાનું તળવામાં આવ્યું હતું?

દરેક તેલ અલગ અલગ હોય છે. કોઈ તેલમાં ધુમાડો વધુ નીકળતો હોય છે તો કોઈકમાં ઓછો. કોઈક તેલ એવા પણ હોય છે કે જેમાં બિલકુલ ધુમાડા ન નીકળતા હોય. જેમ કે સનફ્લાવર તેલ, મગફળી તેલ, સોયાબીન તેલ વગેરે. જે તેલમાં એક વખત તળતી વખતે ધુમાડા ઓછા નીકળતા હોય તેવું તેલ ફરી ક્યારેય ઉપયોગમાં લેવું જોઈએ નહીં.

image source

એક વખત તેલ ઉપયોગમાં લીધા બાદ તેને ઠંડુ થવા દેવું જોઈએ ત્યાર બાદ એક એયરટાઈટ ડબ્બામાં તેને ગાળી અને ભરી નાખવું જોઈએ. જયારે પણ આપણે તે તેલ ફરી ઉપયોગમાં લઈએ ત્યારે તેનો કલર જોઈ લેવો અને એ તેલની જાડાઈ જોઈ લેવી જોઈએ. જો તેલ કાળું પડી ગયું હોય અને ગ્રીસ જેવું જાડું થઇ ગયું હોય તો એ તેલ ફરી ન વાપરવું વધારે યોગ્ય ગણાશે.

એ સિવાય વપરાયેલ તેલને ફરી ગરમ કરવામાં આવે ત્યારે એ વધુ ધુમાડો છોડવા લાગે તો એવા તેલને પણ છોડી દેવું જોઈએ.

image source

આવા તેલથી બચવાના કેટલાક ઉપાયો આવ છે કે, જેટલી જરૂર હોય એટલું જ તેલ કાઢવું જોઈએ. વધારાનું તેલ પૈનમાં વધશે જ નહીં તો ફરી ઉપયોગ કેવી રીતે કરશું? સાથે જ ઘરનું ખાવાનું ખાવું જોઈએ. બહારનું ખાવાનું ઓછું ખાવું જોઈએ. આવી રીતે આપણે વધુ વખત વપરાયેલ તેલ ખાવાથી બચી શકીએ છીએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.