પતિ અને દીકરાથી અલગ રહેતી નિવૃત્ત ડોક્ટર મહિલાની લાશ સડેલી હાલતમાં તેના જ ઘરમાંથી મળી, ચાર મહિનાથી દીકરાએ પણ નથી લીધી ખબર.. જાણો સમગ્ર મામલો

સતત ચાર મહિનાથી દીકરા સાથે નહોતી થઇ વાત, દીકરો ફોન કરતો હતો પરંતુ માતા ઉઠાવતી નહોતી, ઘરે જઈને જોયું તો સળેલી હાલતમાં લાશ મળી…

ગુજરાત સમેત દેશભરમાં આત્મહત્યા અને હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણીવાર તો એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં કોઈ વ્યક્તિની લાશ તેના ઘરમાંથી કે કોઈ અવાવરુ જગ્યાએથી લાશ મળી આવી છે અને તેના મોતનું રહસ્ય પણ અકબંધ રહે છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સમયે આવી છે, જેમાં એક નિવૃત્ત ડોક્ટર મહિલાની લાશ તેના જ ઘરમાંથી મળી આવી છે.

પોતના પતિ અને દિકરાથી અલગ ગ્રેટર નોઈડામાં રહેતી અમિયા કુમારી સિન્હા નામના 70 વર્ષીય નિવૃત્ત ડૉક્ટરનો મૃતદેહ તેના ઘરમાંથી સડેલી હાલતમાં મળી આવ્યો હતો. લગભગ ચાર મહિના સુધી, તેણે ગાઝિયાબાદના રહેવાસી તેના દીકરા અને પુત્રવધૂ સાથે વાત કરી ન હતી. ફોન ન આવતાં રવિવારે રાત્રે દીકરો અને પુત્રવધૂ  તેના ઘરે પહોંચ્યા હતા. ઘરમાં માતાની લાશ જોયા બાદ તેણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે અંદાજે 20 દિવસ પહેલા મોતની આશંકા વ્યક્ત કરી છે. તે જ સમયે, આ કેસમાં, ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થળનું નિરીક્ષણ કર્યું છે. મહિલા લગભગ ત્રણ દાયકા પહેલા તેના પતિથી અલગ થઈ ગઈ હતી. ગ્રેટર નોઈડાના બીટા-2 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ કુમાર મિશ્રાએ આ મામલામાં જણાવ્યું કે અમિયા કુમારી સિન્હા બિહારના સ્વાસ્થ્ય વિભાગમાં ડૉક્ટર હતા.

(પ્રતીકાત્મક તસવીર)

અમિયા કુમારીએ ગ્રેટર નોઈડાના બીટા-1 સેક્ટરમાં ઘર બનાવ્યું હતું, તેનો પુત્ર પ્રણવ રંજન સિંહા ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાં રહે છે. પ્રણવ અને તેની પત્ની બંને ગાઝિયાબાદમાં કામ કરે છે. આ કેસમાં પ્રણવે પોલીસને જણાવ્યું કે તે કેટલાય દિવસોથી તેની માતાના મોબાઈલ પર ફોન કરી રહ્યો હતો. અનેકવાર ફોન કર્યો, ફોન ઉપાડ્યો નહીં.  તેણે કહ્યું કે તેની માતા ઘણીવાર ગુસ્સામાં રહેતી અને ફોન ઉઠાવવાનું બંધ કરી દેતી.

(પ્રતીકાત્મક તસવીર)

પરંતુ ઘણા દિવસો સુધી ફોન ન આવતાં તેઓ રવિવારે રાત્રે પત્ની અને સાસુ સાથે બીટા-1 ખાતે માતાના ઘરે પહોંચ્યા હતા. ઘરનો દરવાજો ખટખટાવતા પણ ખુલ્યો ન હતો. મેં દરવાજો તોડ્યો તો અંદર સડેલી હાલતમાં માતાની લાશ પડી હતી.  પ્રણવે આ બાબતે માહિતી આપવા માટે UP-112 પર ફોન કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકનો મોબાઈલ કબજે કર્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ કેસમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મહિલાનો મોબાઈલ ક્યારે બંધ હતો અને તેણે છેલ્લે કોની સાથે વાત કરી હતી. મૃતકની લાશ બેડરૂમમાં ફ્લોર પર પડેલી મળી આવી હતી અને પલંગ મચ્છરદાનીથી ઢંકાયેલો હતો. પલંગની એક બાજુથી મચ્છરદાની દૂર કરવામાં આવી હતી. આ કેસમાં એવી આશંકા છે કે મહિલાનું પલંગ પરથી પડી જવાથી મોત થયું હતું. પોલીસને મૃતકના ઘર કે રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

Niraj Patel