કાર પાર્કિંગમાં જઈને આ બેરોજગાર ભાઈએ કર્યું એવું કામ કે ગણતરીના કલાકોમાં જ મળી ગઈ તેને નોકરી, જુઓ વીડિયો

કોરોનાના કારણે ઘણા લોકોની નોકરી છૂટી ગઈ છે અને ઘણા લોકો આજે બેકાર થઇ ગયા છે, જેના કારણે તે કામ મેળવવા માટે અલગ અલગ પ્રયાસો કરતા હોય છે, પરંતુ આ દરમિયાન એક બેરોજગાર યુવકનો એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે પણ કહેશો કે આ ભાઈનો જુગાડ કામ કરી ગયો.

નોકરી મેળવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે નોકરી સંબંધિત ઈ-મેલ આઈડી પર તમારો બાયોડેટા મોકલો અથવા સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરો અથવા અરજી ફોર્મ ભરો. આ સિવાય તમે જોબ પોર્ટલ પર તમારા રિઝ્યુમને પણ અપડેટ કરી શકો છો. પરંતુ, બ્રિટનમાં હાજર એક વ્યક્તિએ નોકરી મેળવવા માટે જે કામ કર્યું તે તમારી અને અમારી કલ્પના બહારનું છે.

આ વ્યક્તિએ પાર્કિંગમાં હાજર દરેક વાહન પર LinkedIn પ્રોફાઇલ સાથે પોતાનો CV ચોંટાડ્યો અને રસપ્રદ વાત એ છે કે તેને માર્કેટિંગ એક્ઝિક્યુટિવની નોકરી પણ મળી ગઈ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વ્યક્તિએ તેના CV પર તેનું નામ, QR કોડ અને LinkedIn પ્રોફાઇલ જેવી માહિતી શેર કરી હતી. તેને થોડા કલાકોમાં નોકરી પણ મળી ગઈ.

જોનાથન સ્વિફ્ટે તેનો બાયોડેટા પેમ્પલેટમાં છપાવ્યો અને તેને પાર્કિંગની જગ્યામાં દરેક વાહન પર ચોંટાડી દીધા હતા. તેની યુક્તિ કામ કરી ગઈ. ઈન્સ્ટાગ્રામ યુકેના માર્કેટિંગ મેનેજર ક્રેગ વાસેલે આ વીડિયો શેર કર્યો છે. પેમ્ફલેટ ચોંટાડનાર જોનાથન સ્વિફ્ટને ક્રેગે નોકરીની ઓફર કરી હતી. ક્રેગે જે વિડિયો પોસ્ટ કર્યો છે તેના કેપ્શનમાં લખ્યું છે કે કેટલીકવાર ખૂબ જ સરળ વિચાર ખૂબ જ સારી રીતે કામ કરે છે. ખાસ વાત એ છે કે જોનાથને ઈન્સ્ટન્ટપ્રિન્ટ યુકેમાં જ પોતાની નોકરી માટે પેમ્ફલેટ પ્રકાશિત કર્યા હતા.

ઇન્સ્ટાપ્રિન્ટે પણ તેના ટ્વિટર હેન્ડલથી આ અંગેની માહિતી શેર કરી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે પાર્કિંગની દરેક કાર પર એક પેમ્ફલેટ હતું. આ પદ્ધતિ સંપૂર્ણપણે અલગ હતી. એકંદરે, જોનાથને 500 જગ્યાએ રિઝ્યુમ પેસ્ટ કર્યા. વાસેલે જણાવ્યું કે તેને સુરક્ષા સાથે જોડાયેલા લોકોએ યુવકના આ કૃત્યની જાણ કરી હતી. જ્યારે તે આ બધું કરી રહ્યો હતો, ત્યારે અમે તેના પર નજર રાખી અને બાદમાં તેને (જોનાથન)ને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો. ‘મિરર’ સાથે વાત કરતા જોનાથને કહ્યું કે આ તેમનો મૂળ વિચાર નહોતો, તેણે કોઈ બીજાને આ કરતા જોયા છે. તેણે બેનરો પણ છપાવી લીધા.

Niraj Patel