જયારે કોઈ કપલ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે બિલ ભલેને કેટલું પણ આવ્યું હોય, પણ એ ફાટે તો પુરુષોના નામે જ છે. રેસ્ટોરન્ટમાં અર્પણ આ જ વાત માન્યતા બની ગઈ છે અને બિલ પણ પુરુષોના હાથમાં જ પકડાવવામાં આવે છે. પરંતુ ક્યારેય તમે એવું જોયું છે કે રેસ્ટોરન્ટવાળા મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ મેનુ કાર્ડ બનાવે? કદાચ આપણે આ વાત નથી જાણતા પણ પેરુમાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ મેનુ કાર્ડ છે.

વાત એમ છે કે પેરુની રાજધાની લીમામાં એક રેસ્ટોરન્ટે પુરુષો અને મહિલા ગ્રાહકો માટે અલગ-અલગ મેનુ કાર્ડ બનાવ્યું છે. જેમાં પુરુષો સાથે રેસ્ટોરન્ટમાં આવનારી મહિલાઓને એવું મેનુ કાર્ડ આપવામાં આવે છે કે જેમાં કિંમત નથી લખી હોતી. રેસ્ટોરન્ટ મેનેજર એવું માનીને ચાલે છે કે પુરુષ સાથે હોય તો એ જ બિલ ભારે છે અને એટલે જ મહિલાઓએ કિંમત જોવાની જરૂર નથી. લીમામાં આવેલા આ રોમેન્ટિક રેસ્ટોરન્ટનું નામ છે લા રોજ નૌટિકા. આ રેસ્ટોરન્ટ ઘણું મોંઘુ પણ છે.

રિપોર્ટ્સ અનુસાર, રેસ્ટોરન્ટમાં આવનાર પુરુષોને ભૂરા રંગનું મેનુ કાર્ડ આપવામાં આવતું હતું અને મહિલાઓને સોનેરી રંગનું મેનુ કાર્ડ આપવામાં આવતું હતું, જેમાં કિંમત લખેલી ન હતી. જો કે રેસ્ટોરન્ટ માલિકે એની પાછળનો પોતાનો તર્ક જણાવ્યો હતો અને કહ્યું હતું કે અમારે અહીં આવનાર લોકોને અમે સારો માહોલ આપવા માંગીએ છીએ. જોવા જઈએ તો અમારું મેનુ કાર્ડ એક સંદેશો આપે છે એક તમે સૂકુનથી પોતાની આ ક્ષણોનો અને સ્વાદનો આનંદ માણો અને પૈસાની ચિંતા ન કરો. જોકે પેરુ પ્રશાસને આ તર્કને બકવાસ માનીને આને ભેદભાવની શ્રેણીમાં રાખીને દંડ ફટકાર્યો છે.

મહિલાઓને બરાબર હક અને સન્માનના મુદ્દે સુનાવણી કરતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ડિફેન્સ ઓફ ફ્રી કોમ્પિટિશન એન્ડ પ્રોટેક્શન ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીએ આ તર્કને ખરીજ કરી દીધો. સુનાવણી બાદ નિર્ણય લેવામાં આવ્યો કે મહિલાઓને પુરુષોના બરાબર હક અને સન્માન મળવું જોઈએ. ઇન્સ્ટિટ્યૂટના એક અધિકારી લીલીયાના કૈરોને કહ્યું, ‘આ વાત ભલે નાની લાગતી હોય, પરંતુ અંતમાં આ એક પુરુષવાદી વિચારોની જ ઉપજ છે.’

જો કે પેરુ પ્રશાસને રેસ્ટોરન્ટના માલિકના આ તર્કને વાહિયાત તર્ક ગણાવીને આને ભેદભાવની શ્રેણીમાં મૂકીને તેમના પર દંડ ફટકાર્યો છે. આ રેસ્ટોરન્ટ પર 62 હજાર ડોલર એટલે કે 43.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે જ આ રેસ્ટોરન્ટમાંથી તાત્કાલિક આ મેનુ કાર્ડને હટાવવાનો આદેશ પણ આપ્યો હતો. રેસ્ટોરન્ટને એ પણ કહેવામાં આવ્યું કે તેઓ પોતાના ડાઈન એરિયામાં એ પોસ્ટર લગાવે કે જેના પર લખેલું હોય – ભેદભાવને જરા પણ ચલાવી લેવામાં આવશે નહિ.

રસપ્રદ વાત એ પણ છે કે એકલું લા રોજ નૌટિકા જ આવું રેસ્ટોરન્ટ નથી, જેમાં મહિલાઓને આવું મેનુ કાર્ડ આપવામાં આવે છે. લોસ એન્જેલસના L’Orangerie માં પણ મહિલાઓને એક સમયે આવું જ મેનુ કાર્ડ આપવામાં આવતું હતું, જેમાં કિંમત લખેલી ન રહેતી, પણ 1980 ના દાયકા બાદ આ બાબતે રેસ્ટોરન્ટ પર કેસ થયો,જે પછી મેનુ કાર્ડ હટાવી લેવામાં આવ્યું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.