ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવ દેહ લાવવામાં આવશે ભોપાલ, નમ આંખોથી આપવામાં આવશે શ્રદ્ધાંજલિ

તમિલનાડુના કૂન્નુરમાં છેલ્લા બુધવારે થયેલ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચેલ વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું બેંગલુરુ સૈન્ય હોસ્પિટલમાં આ બુધવારના રોજ નિધન થઇ ગયુ, દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય 11 ઓફિસરોની આ દુર્ઘટનામાં મોત થઇ હતી. ભારતીય વાયુસેનાએ બુધવારે કહ્યુ કે, અમને એ જણાવતા ઘણુ જ દુખ થઇ રહ્યુ છે કે જાબાંજ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમણે બુધવારના રોજ સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

8 ડિસેમ્બરના રોજ યુપીના દેવરિયાના રહેવાસી ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને આ વર્ષે જ શૌર્યચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. રીપોર્ટ અનુસાર, તેમનો પાર્થિવ દેહ બેંગલુરુ એરપોર્ટ પહોંચ્યો હતો અને ત્યાંથી ભોપાલ એરપોર્ટ પર સેનાના પ્લેનથી લાવવામાં આવશે. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમના પાર્થિવ દેહને લઇ જવામાં આવશે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ભારતીય વાયુસેનાના આ બહાદુર અધિકારીના શ્વાસ આખરે બુધવારે થંભી ગયા. તે લગભગ એક અઠવાડિયા સુધી જીવન સામે લડી રહ્યા હતા.

મીડિયા રીપોર્ટ અનુસાર વરુણ સિંહના અંતિમ સંસ્કાર ભદભદા વિશ્રામ વિશ્રામ ઘાટ પર કરાવવાની ઇચ્છા પ્રશાસનની હતી પરંતુ વરુણ સિંહના પિતાના કહ્યા બાદ હવે શુક્રવારે સવારે 11 વાગે બૈરાગઢમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. તેમના પિતાએ કહ્યું કે, અંતિમયાત્રા ભદભદા લઈ જવામાં આવશે તો ટ્રાફિક જામ થશે અને તેઓ એ ઈચ્છતા ન હતા કે તેમના દીકરાના કારણે કોઈ પેરશાન થાય.

ઉલ્લેખનીય છે કે, વરુણ સિંહના પિતા અને સેનાના રીટાયર્ડ કર્નલ કેપી સિંહ ભોપાલના એરપોર્ટ રોડ સ્થિત સન સિટી કોલોનીમાં રહે છે. જો કે હાલ તો વરુણ સિંહના પરિવારના કોઇ સભ્ય અહીં રહેતા નથી.વરુણ સિંહ વારંવાર ભોપાલ આવતા જતા રહેતા હતા.વીરતા પુરસ્કાર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ લશ્કરી પરિવારમાંથી આવતા હતા. તેમનો પરિવાર ત્રણેય દળો – જલ (નેવી), થલ (આર્મી) અને એરફોર્સ સાથે સંકળાયેલો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના પિતા, નિવૃત્ત કર્નલ કેપી સિંહ આર્મી એર ડિફેન્સ રેજિમેન્ટમાં હતા અને તેમની પત્ની સાથે મધ્યપ્રદેશના ભોપાલમાં રહે છે. કર્નલ કેપી સિંહના બીજા પુત્ર લેફ્ટનન્ટ કમાન્ડર તનુજ સિંહ ભારતીય નૌકાદળમાં છે. વરુણનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાનો છે. પરિવારના અન્ય સભ્યો ત્યાં રહે છે.

Shah Jina