વેલેન્ટાઈન ડે પર શ્રદ્ધા જેવો વધુ એક હત્યાકાંડ સાવ્યો સામે, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને લાશ ઢાબાના ફ્રિજમાં રાખી દીધી, પછી આ રીતે આવી આખી હકીકત સામે… જુઓ

લિવ ઇનમાં રહેનારા ચેતી જજો: બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની હત્યા કરી લાશ ઢાબાના ફ્રિજમાં રાખી દીધી, હિંમત હોય તો જ જોજો ફોટા

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણીવાર કોઈની અંગત અદાવતમાં તો ઘણીવાર કોઈની પૈસાની લેતી દેતીમાં હત્યા કરી દેવામાં આવે છે. ઘણીવાર પ્રેમ પ્રસંગોમાં પણ કોઈની હત્યા થઇ જતી હોય છે. દિલ્હીનો શ્રદ્ધા હત્યાકાંડ તો બધાને યાદ જ હશે. જેમાં ક્રૂર પ્રેમીએ શ્રદ્ધાની હત્યા કરી અને લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા હતા. ત્યારે હવે વધુ એક એવો જ મામલો સામે આવ્યો છે.

દિલ્હીના નજફગઢના મિત્રાવ ગામના રહેવાસીઓ મંગળવારે જ્યારે દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ઢાબાના ફ્રિજમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો ત્યારે તેઓ ચોંકી ગયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમને હત્યા વિશે જાણ થઈ જ્યારે પોલીસ મંગળવારે સવારે સાહિલ ગેહલોતની શોધમાં ગામમાં પહોંચી, જેણે કથિત રીતે તેની પ્રેમિકાની હત્યા કરી અને તેના ઢાબાના રેફ્રિજરેટરમાં લાશ છુપાવી દીધી.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે ઢાબુ આરોપીના ઘરથી લગભગ 700 મીટર દૂર હતું. ગામના એક રહેવાસીએ જણાવ્યું કે આરોપી સાહિલ ગેહલોતના લગ્ન 10 ફેબ્રુઆરીએ થયા હતા. નામ જાહેર ન કરવા માંગતા એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, ‘હું પોલીસ અને મીડિયા કર્મચારીઓને જોઈને ઢાબા પર આવ્યો હતો. અમને મંગળવારે સવારે આ ઘટનાની જાણ થઈ. અમે એવું કોઈ ફ્રિજ જોયું નથી કે જ્યાં મૃત શરીર રાખવામાં આવ્યું હોય.

આરોપીના શુક્રવારે લગ્ન થયા હતા. તેણે હાલમાં જ એક ઢાબુ ખોલ્યું હતું અને બિઝનેસ ચલાવવામાં મદદ કરવા માટે એક નોકર રાખ્યો હતો. આ ખબર ફેલાતાં ગામમાં સન્નાટો છવાઈ ગયો. જે ઢાબામાંથી મૃતદેહ મળી આવ્યો હતો તે મિત્રાવ ગામથી કૈર વિસ્તાર તરફ જતા રસ્તાની બાજુમાં આવેલું છે. આ બાબત અંગે અન્ય 24 વર્ષીય વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મંગળવાર સવાર સુધી આ ઘટનાની કોઈને જાણ નહોતી.

તેમણે કહ્યું, ‘સાહિલના શુક્રવારે લગ્ન થયા હતા અને ઘણા લોકો લગ્નમાં પણ આવ્યા હતા. અમને મંગળવારે સવારે ઘટનાની જાણ થઈ જ્યારે પોલીસ તેની શોધમાં અહીં પહોંચી. જણાવી દઈએ કે સાહિલ ગેહલોતે કથિત રીતે તેની ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારપછી તેણે તેની ગર્લફ્રેન્ડના મૃતદેહને તેના ઢાબામાં રેફ્રિજરેટરમાં ભરી દીધો અને તે જ દિવસે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. જોકે સાહિલની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના વેલેન્ટાઈન ડે પર પ્રકાશમાં આવી હતી અને આરોપીના કહેવા પર મંગળવારે સવારે ફ્રિજમાંથી 23 વર્ષની યુવતીની લાશ મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ તેની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવથી એ વાત છુપાવી હતી કે તેના લગ્ન અન્ય મહિલા સાથે નક્કી થયા છે. જ્યારે નિક્કીને તેના લગ્નની ખબર પડી ત્યારે તેની આરોપી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી.

Niraj Patel