ખબર

અમદાવાદમાં શારદાબહેન હોસ્પિટલના ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન મારી કરી લીધી આત્મહત્યા, કારણ છે ચોંકાવનારું

અમદાવાદમાં પાર્થ પટેલની થોડા સમય પહેલા સગાઇ થઇ હતી અને અચાનક જ આત્મહત્યા કરી… કારણ સાંભળીને મગજ કામ નહીં કરે

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર તો એવું બનતુ હોય છે કે પ્રેમ સંબંધમાં અથવા તો કોઇ માનસિક તણાવને કારણે આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાંથી એક ડોક્ટરના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલના ડોક્ટરે આપઘાત કરી લીધો છે. પાર્થ પટેલ નામના ડોક્ટરે હાથમાં ઇન્જેક્શન મારી હોસ્ટેલમાં જ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ હતુ.

આ બનાવની જાણ થતાં જ શહેરકોટડા પોલીસે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગત જોઇએ તો, પાર્થ પટેલ કે જે મૂળ ગાંધીનગરના રહેવાસી છે તેમની થોડા દિવસ અગાઉ સગાઇ તૂટી ગઇ હતી. જેના કારણે તેમણે હાથમાં ઈન્જેક્શન મારી આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી છે. આ શંકાને આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. બીજી તરફ જોઇએ તો તેમણે આપઘાત કર્યાના અગાઉના દિવસે તેમના મિત્રો સાથે વાતચીત પણ કરી હતી પરંતુ ત્યારે તે કોઈ દબાણમાં હોય એવું જણાયું ન હતું.

પાર્થ પટેલ હોસ્ટેલમાં સવારે બેભાન હાલતમાં મળી આવ્યા હતા, આ વાતની જાણ થતા જ તત્કાલકમાં મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી પરંતુ તેઓનું મોત થઈ ગયું હતું. તેમણે હાથે ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી હોવાનું હાલ સામે આવ્યુ છે. ત્યારે હવે તેમણે કયા કારણે આવું પગલુ ભર્યુ અથવા તો કોઇ દબાણમાં આવી આત્મહત્યા કરી તે હાલ શહેર કોટડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસને હાલ કોઈ સુસાઇટ નોટ મળી આવી નથી. જ્યારે તેમના ફોનમાં કોઈ વિગત હોય તો તેની તપાસ માટે મોકલવામાં આવશે.