જીવનશૈલી ફિલ્મી દુનિયા

‘શ્રી કૃષ્ણા’ માં આ અભિનેત્રીએ નિભાવ્યો હતો ‘રાધા’નો કિરદાર, 27 વર્ષ પછી આટલી બદલાઈ ગઈ

કોરોના મહામારીને લીધે દેશમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે જેને લીધે ટીવી સિરિયલો તથા ફિલ્મોની શૂટિંગ પણ આગળના ઘણા સમયથી બંધ છે. એવામાં ટીવી પર જૂની સીરીયલોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

Image Source

એમાંની જ એક સિરિયલ રામાનંદ સાગરની ‘રામાયણ’ પણ છે. એક સમયે દૂરદર્શન પર પ્રસારિત થતી આ સીરિયલને આજના સંયમમાં પણ ખુબ જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે.

Image Source

33 વર્ષ પછી પણ રામાનંદ સાગરની રામાયણની લોકપ્રિયતામાં બિલકુલ પણ ખામી નથી આવી. રામાયણ પછી ‘ઉત્તર રામાયણ’ પણ પ્રસારિત કરવામાં આવી હતી તે પણ પૂર્ણ થઇ ચુકી છે, એવામાં હવે રામાનંદ સાગરની અન્ય એક બીજી સિરિયલ ‘શ્રી કૃષ્ણા’ને પ્રસારિત કરવામાં આવી રહી છે.

Image Source

પહેલાની સિરિયલો ફરીથી પ્રસારિત થવાને લીધે તેના કલાકરો પણ ચર્ચામાં આવી ગયા છે. અભિનેતા સર્વદમન ડી બેનર્જીએ શ્રી કૃષ્ણનો કિરદાર આ સીરિયલમાં નિભાવ્યો હતો. જો કે સર્વદમન હાલ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને ઋષિકેશમાં રહી રહ્યા છે અને ત્યાં મેડિટેશન શીખવી રહ્યા છે. જયારે અભિનેત્રી રેશમા મોદીએ આ સીરિયલમાં રાધાનો કિરદાર નિભાવ્યો હતો.

Image Source

રેશમા વિષે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. એવામાં આજે અમે તમને શ્રીકૃષ્ણાની આ રાધાના જીવન વિશેની ખાસ વાતો જણાવીશું. રેશમા એકે અભિનેત્રીના સ્વરૂપે પોતાને સ્થાપિત કરવામાં સફ્રળ રહી હતી અને તેણે તેના પછી બોલીવુડની અમુક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Image Source

રેશમાએ અભિનેત્રી દિયા મિર્ઝા, સૈફ અલી ખાન અને એ આર માધવનની વર્ષ 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલમે’ ફિલ્મમાં કામ કર્યું હતું. જેના પછી તે વર્ષ 2005 માં ‘મોર દેન એ વેડિંગ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં જુહી ચાવલા અને સ્વર્ગવાસીય ઇરફાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા.

Image Source

તેના સિવાય રેશ્માએ ચલ-ચલે, ફાંસ-એક જાસૂસકી કહાની, સાઢે સાત ફેરે અને મિલતા હૈ બાઈ ચાન્સ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. દેખાવની વાત કરીયે તો રેશમા પહેલા કરતા ખુબ જ બદલાઈ ગઈ છે અને કદાચ તમે તેને ઓળખી પણ નહિ શકો.

Image Source

શ્રી કૃષ્ણા માં રાધા બનેલી રેશમાનો કિરદાર જો કે કઈ ખાસ લાંબો ચાલ્યો ન હતો. રેશમાના સિવાય રાધાની યુવાવસ્થાનો કિરદાર અભિનેત્રી શ્વેતા રસ્તોગીએ નિભાવ્યો હતો અને કૃષ્ણનો યુવાવસ્થાનો કિરદાર સ્વપ્નિલ જોષીએ નિભાવ્યો હતો.

શ્રી કૃષ્ણા શો વર્ષ 1993 માં રિલીઝ થયો હતો. 1993 માં આ સિરિયલ ડીડી મેટ્રો, 1996 માં દૂરદર્શન અને 1999 માં જી ટીવી ચેનલ પર પણ પ્રસારિત થઇ ચુક્યો છે. 90 ના દશકમા આ શો સૌથી
લોકપ્રિય શો ની લિસ્ટમાં શામિલ હતો.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.