જાણવા જેવું

જે બાળકોના નથી હોતા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ, તેઓ હોશિયાર રહે છે કે ઠોઠ? રિચર્સમાં થયો ખુલાસો- જાણો વિગત

રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે બાળકોના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ નથી હોતા, તેઓનું માનસિક સ્વાસ્થ્ય એકદમ સારું રહે છે અને પરીક્ષામાં તેઓના નંબર પણ ખુબ સારા આવે છે.

Image Source

રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે બાળકો પ્રેમમાં હોય છે, તેઓની તુલનામાં પ્રેમમાં ન પડનારા બાળકો ખુબ જ સારી માનસિક સ્થિતિમાં હોય છે. જણાવી દઈએ કે આ રિસર્ચ યુનિવર્સીટી ઑફ જૉર્જિયાએ 600 વિદ્યાર્થીઓ ઉપર કરી હતી.

Image Source

રિસર્ચમાં શિક્ષકોના રેટિંગ અને વિદ્યાર્થીને પૂછવામા આવેલા સવાલોને શામિલ કરવામાં આવ્યા હતા. તેઓના આધારે,”શાળામાં બાળકોને સિંગલ રહેવાના ફાયદા વિશે જણાવવું જોઈએ જેનાથી તેઓનો એદકમ તંદુરસ્તીથી વિકાસ થઇ શકે”.

રિસર્ચના આધારે જે લોકો રિલેશનશિપમાં ન હતા તેઓમાં ડિપ્રેશનનું  લેવલ ખુબ જ ઓછું હતું અને તેઓની સામાજિક આવડત પણ ખુબ સારી એવી હતી”.

Image Source

તેઓ તેવા લોકોની તુલનામાં ખુબ સારા હતા જેઓ એકબીજા સાથે રિલેશનમાં હતા. આ રિસર્ચ ધોરણ 6 થી 12 ના બાળકો ઉપર કરવામાં આવી હતી. આ સ્ટડી જર્નલ ઑફ સ્કૂલ હેલ્થમાં પ્રસારીત થઇ છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.