છેલ્લાં બે વર્ષથી આ ભયાનક બીમારીથી ઝઝૂમી રહ્યા હતા કેતકી દવેના પતિ, અભિનેતાનું નિધન થતા જ ફેન્સને આઘાત લાગ્યો

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે, થોડા દિવસ પહેલા જ ભાભીજી ઘર પે હેના ખ્યાતનામ અભિનેતાનું મોત થયું હતું, હજુ આ ખબરથી ચાહકોને કળ નહોતી વળી ત્યાં વધુ એક અભિનેતાના નિધનની ખબરે મનોરંજન જગતમાં શોકનો માહોલ ફેરવી દીધો છે.

પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા રસિક દવેનું શુક્રવારે રાત્રે 8 વાગ્યે નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જ અંતિમ શ્વાસ લીધા. રસિક દવે ‘મહાભારત’ના પાત્ર ‘નંદા’ માટે જાણીતા હતા. જો કે, આ સિવાય તેમણે અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. આ બધા સિવાય તેઓ પ્રખ્યાત અભિનેત્રી કેતકી દવેના પતિ હતા. તેઓ લગભગ બે વર્ષથી ડાયાલિસિસ પર હતા અને તેમને અઠવાડિયામાં ત્રણ વાર હૉસ્પિટલમાં જવું પડતું હતું.

રસિક દવે બે વર્ષથી વધુ સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેઓ અઠવાડિયામાં ત્રણ વખત સારવાર માટે હોસ્પિટલમાં જતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રસિક દવેએ માત્ર અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં જ કામ કર્યું નથી, પરંતુ તેમણે અનેક ગુજરાતી નાટકોનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું છે.

રસિક દવે છેલ્લે કલર્સ ટીવી ચેનલની સિરિયલ ‘સંસ્કાર-ધરોહર અપનોં કી’માં જોવા મળ્યા હતા. આ સિરિયલમાં તેમણે કરસનદાસ ધનસુખલાલ વૈષ્ણવનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં કેશવગઢમાં રહેતા એક આજ્ઞાકારી અને સંસ્કારી પુત્રની વાર્તા વર્ણવવામાં આવી હતી અને તે પરિવારના સભ્યોને એક કરવા માટે સમર્પિત હતો.

રસિક દવે અગાઉ સોની ટીવીના સૌથી લાંબા ચાલતા શો ‘એક મહેલ હો સપનો કા’માં જોવા મળ્યા હતા. આ શોને 1000 એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો માનવામાં આવે છે. આ સિવાય તે દૂરદર્શન પર પ્રસારિત થતા પ્રખ્યાત શો ‘બ્યોમકેશ બક્ષી’માં જોવા મળ્યા હતા.  આ ઉપરાંત પણ તેમને ઘણી ખ્યાતનામ ધારાવાહિકોમાં કામ કર્યું છે.

અભિનેત્રી કેતકી જોશી એ ટીવી એક્ટર રસિક દવે સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી પણ છે જેનું નામ છે રિદ્ધિ દવે. આ અભિનેતાએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. રસિકે તેમની કારકિર્દી ’82’ માં ગુજ્જુ ફિલ્મ ‘પુત્ર વધૂ’ થી શરૂ કરી અને ગુજરાતી અને હિન્દી એમ બંને માધ્યમમાં કામ કર્યું. મહાભારતમાં તેઓ ‘નંદ’ના પાત્ર માટે જાણીતા છે.

આ પછી તેમણે ફિલ્મ ‘માસૂમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી. કેતકી અને રસિકે 2006માં ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો. ઈન્ડસ્ટ્રીથી વર્ષો દૂર રહ્યા બાદ રસિકે ટીવી સીરિયલ ‘સંસ્કારઃ ધરોહર અપનો કી’થી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું. તેઓ સીરિયલ ‘ઐસી દિવાનગી દેખી નહીં કહી’માં પણ જોવા મળી ચૂકી છે. રસિક અને કેતકી દવે એક ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવતા હતા.

તમને જણાવી દઈએ કે ગતિ શનિવારે (23 જુલાઈ) ‘ભાભીજી ઘર પર હૈ’માં ‘મલખાન સિંહ’ના પાત્રમાં જોવા મળેલા 41 વર્ષીય અભિનેતાનું દીપેશ ભાને પણ દુનિયાને અલવિદા કહ્યું હતું. તે દિવસે શૂટિંગનો મોડો સમય હોવાથી સૌથી પહેલા જીમ ગયો હતો અને ત્યારબાદ મિત્રો સાથે ક્રિકેટ રમવા સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન અચાનક જ તેના શ્વાસ થંભી ગયા હતા અને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો,

જ્યાં મૃત જાહેર કરાયો હતો. સોમવારે યોજાયેલી પ્રાર્થના સભામાં અભિનેતાના કો-સ્ટાર્સ તેમજ ઈન્ડસ્ટ્રીના અન્ય મિત્રો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેના આમ અચાનક જવાથી દોઢ વર્ષનો દીકરો અને પત્ની નોંધારા બની ગયા છે.

YC