BREAKING : લોન લીધી હોય તો જલ્દી અત્યારે જ વાંચો, આવી ગયા સૌથી મોટા સમાચાર

ભારતીય રિઝર્વ બેન્કની મૌદ્રિક સમિતિની બેઠકના પરિણામ બુધવારે એટલે કે આજે ઘોષિત કરવામાં આવ્યા છે. ગર્વનર શક્તિકાંત દાસે પરિણામોની ઘોષણા કરતા જણાવ્યુ કે, બેઠકમાં નીતિગત વ્યાજદરોમાં કે રેપો દરોમાં 50 બેસિસ પોઇન્ટ એટલે કે 0.50%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે રેપો રેટ 4.40થી વધીને 4.90 થઇ ગયો છે. આનાથી લોનની EMIનો બોજ વધશે.RBIના ગર્વનર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સમાં વ્યાજ દરો પર લેવામાં આવેલ નિર્ણયની જાણકારી આપી.

બ્લૂમબર્ગ દ્વારા સર્વેક્ષણ કરાયેલા 41માંથી 17 અર્થશાસ્ત્રીઓએ રેપો રેટ 0.50% વધારીને 4.9% કરવાનો અંદાજ મૂક્યો હતો. કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI ધીમે ધીમે રેપો રેટને 5.15%ના પ્રી-કોવિડ સ્તરથી ઉપર વધારશે. નાણાકીય નીતિની બેઠક દર બે મહિને યોજાય છે, પરંતુ ભૂતકાળમાં RBIએ 2 અને 3 મેના રોજ ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને રેપો રેટ 4%થી વધારીને 4.40% કર્યો હતો. રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી કરવામાં આવ્યો હતો. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક 6-8 એપ્રિલના રોજ યોજાઈ હતી.

જણાવી દઇએ કે, રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી લોન મેળવે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ પૈસા રાખવા પર બેંકોને વ્યાજ ચૂકવે છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકો પણ મોટાભાગે વ્યાજ દર ઘટાડે છે. એટલે કે ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજદર ઓછા કરે છે, સાથે જ EMI પણ ઘટે છે. તેવી જ રીતે, જ્યારે રેપો રેટમાં વધારો થાય છે, ત્યારે વ્યાજ દરોમાં વધારાને કારણે ગ્રાહક માટે લોન મોંઘી બની જાય છે. આનું કારણ એ છે કે કોમર્શિયલ બેન્કોને સેન્ટ્રલ બેન્ક પાસેથી ઊંચા ભાવે નાણાં મળે છે, જે તેમને દર વધારવાની ફરજ પાડે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા દેશમાં સતત વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મે મહિનામાં RBIએ કોઈ પૂર્વ સૂચના વિના MPCની બેઠકનું આયોજન કર્યું હતું અને રેપો રેટમાં 0.40 ટકા વધારાની જાહેરાત કરી હતી. આ પછી 2020થી 4 ટકાના ઐતિહાસિક નીચલા સ્તરે રહ્યા પછી, આ દરો અચાનક વધીને 4.40 ટકા થઈ ગયા. આ વધારા બાદ RBIના ગવર્નરે જૂનમાં યોજાનારી બેઠકમાં રેપો રેટમાં વધુ વધારો કરવાનો સંકેત પણ આપી દીધો હતો.જે બાદ આજે રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો છે.

RBI એ આની પહેલા 4 મેના રોજ રેપો રેટ વધાર્યો હતો અને ત્યારથી હાલ સુધીમાં દેશ-વિશ્વમાં 4 મોટા ફેરફાર થયા છેઃ 1. ચીનમાં લોકડાઉન ખુલ્યું છે તેનાથી વિશ્વમાં ક્રુડ, સ્ટીલ જેવી કોમોડિટીની માંગ વધી. 2. ઇન્ટરનેશનલ માર્કેટમાં બેન્ચમાર્ક ક્રુડ બ્રેન્ટ 120 ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયો. 3. બોન્ડ યીલ્ડ 2019 પછી પ્રથમ વખત 7.5 % સુધી પહોંચ્યુ, હવે તે 8 %સુધી જવાની શક્યતા છે. 4. બ્રિટન અને યુરો ઝોનમાં મોંઘવારી દર 40 વર્ષના રેકોર્ડ લેવલ 8 ટકાની ઉપર નીકળી ગયો, એવામા વૈશ્વિ ક મોંઘવારી દર વધી ગયો.

રશિયા-યુક્રેન યુદ્ધના લીધે રોજ ક્રુડથી લઈને મેટલ પ્રાઈસમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં સમગ્ર વિશ્વમાં મોંઘવારી મોટી સમસ્યા છે. મેમાં જાહેર કરવામાં આવેલા આંકડો મુજબ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ(CPI) આધારિત રિટેલ મોંઘવારી દર એપ્રિલમાં વધીને 7.79% થયો હતો. આ મોંઘવારીનું 8 વર્ષનું પીક હતું.

હવે આપણે એક એક ઉદાહરણથી સમજીએ કે એક વ્યક્તિએ 6.5 %ના રેટ પર 20 વર્ષ માટે 10 Lacs રૂપિયાની ઘરની લોન લીધી છે. એ લોનનો EMI 7,456 રૂપિયા આવે છે. 20 વર્ષમાં આ દરથી 7,89,376 રૂપિયાનું વ્યાજ આપવું પડશે, એટલે કે 10 લાખના બદલે કુલ 17,89,376 રૂપિયા તેને ચૂકવવા પડશે.

આ પણ ફાયનાન્સ ન્યુઝ તમને ગમશે:

ભારતીય શેર માર્કેટમાં આજનો દિવસ ઘણો અશુભ સાબિત થયો છે. ખરાબ ગ્લોબલ સંકેતોના કારણે ભારતીય શેરમાં નફાવસૂલી જોવા મળી, જેના કારણે બજાર લાલ નિશાન સાથે બંધ થયું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 214 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજના દિવસે ઘટી રહેલ શેરો પર નજર કરીએ તો ટાઇટન 4.45%, યુપીએલ 4.21%, ડૉ રેડ્ડી 3.76%, લાર્સન 3.09%, બ્રિટાનિયા 3.11%, હિન્દુસ્તાન યુનિલીવર 3.02%, એશિયન પેઇન્ટ્સ 2.58%, બજાજ ફાઇનાન્સ 2.37%, TCS 1.99%, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.54 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

ગયા વર્ષે ઘણા IPO આવ્યા હતા જેમાં લોકોએ લાખો રૂપિયા બનાવ્યા અને ગુમાવ્યા પણ. એક ઉદાહરણ લઈએ તો પોલિસી બજાર. ગયા વર્ષે નવેમ્બરમાં તેનો IPO આવ્યો હતો. લિસ્ટિંગના દિવસે તેના IPO રોકાણકારોને મોટો ફાયદો થયો હતો. આ શેર 1202 પર લિસ્ટ થયો હતો અને વધીને 1448 પર પહોંચ્યો હતો, પણ તે પછી શેરમાં ભારે ઘટાડો થયો હતો. ત્યાર બાદ તેમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે, તેણે તેના રોકાણકારોની અડધી સંપત્તિ ગુમાવી દીધી છે. જણાવી દઈએ કે આઈપીઓમાં આ શેર રોકાણકારોને 980 રૂપિયામાં ફાળવવામાં આવ્યા હતા.

આ ઘટાડા અને કંપની આગળ આવનારા ભવિષ્ય પર જાણકારોનું કહેવું છે કે બજાર નફા વગર વેપાર કરનારી કંપનીઓને સજા આપી રહ્યું છે. તેમનું કહેવું છે કે આટલા ઘટાડા છતાં કંપનીના શેર હજુ પણ મોંઘા છે. તેમણે કહ્યું કે કંપની ખૂબ જ સ્પર્ધાત્મક ઝોનમાં છે.

Shah Jina