કન્નડ અભિનેતા દર્શન થુગુદીપા હાલ જેલમાં છે, તે ફેન રેણુકાસ્વામીની હત્યા કેસમાં વિવાદોમાં છે. આ દરમિયાન હત્યાનો એક ફોટો સામે આવ્યો છે, જ્યાં મૃતક પોતાના જીવની ભીખ માંગતો હતો પરંતુ ક્રૂર લોકોએ તેને છોડ્યો નહિ, અને તેની હત્યા કરી નાખી. આ ઘટના જૂન 2024ની છે. અભિનેતા સિવાય 17 આરોપીઓ હોવાનું કહેવાય છે. આ કેસમાં દર્શનની મિત્ર અને અભિનેત્રી પવિત્રા ગૌડા પણ જેલમાં છે. ત્યારે હવે એક તસવીર સામે આવી છે જે આ કેસમાં નવો વળાંક છે.
પોલીસે 4 સપ્ટેમ્બરે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જ્યાં 230 પુરાવા, પવિત્રાના કપડાં પર લોહીના નિશાન અને ઘણી ગંભીર બાબતો સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, એક તસવીર પણ સામે આવી છે જ્યાં મૃતક ફેન શર્ટ વગર જોવા મળી રહ્યો છે. તેની તબિયત પણ સારી દેખાતી નથી. એટલું જ નહીં, પોલીસ ચાર્જશીટ અંગેના રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર ગૌડાએ રેણુકાસ્વામીને થપ્પડ મારી હતી અને કહ્યું હતુ કે તુ જીવતો રહેવાને લાયક નથી.
આટલું જ નહીં અંતે તેને લાત મારીને ત્યાંથી જતી રહી હતી. તસવીરમાં ફેન શર્ટ વગર જોવા મળી રહ્યો છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ફેનને લાત મારવામાં આવી ત્યારે તેના સેન્ડલ અને કપડાં પર લોહી લાગી ગયુ હતું. પોલીસે તેની ફોરેન્સિકલી તપાસ કરી અને હવે આ રિપોર્ટને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યો છે. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પવિત્રા અને દર્શન બંને ગુનાના સ્થળે હાજર હતા. બંને સીસીટીવી ફૂટેજમાં પણ સાથે જોવા મળે છે. આટલું જ નહીં 9 જૂનના રોજ રેણુકાસ્વામીનો મૃતદેહ બેંગલુરુના એક ફ્લાયઓવર પરથી મળ્યો હતો.
આ ઘટના બાદ એક તસવીર સામે આવી હતી જેમાં બ્લેક એસયુવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ જ વાહનનો ઉપયોગ મૃતદેહને લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. આ કાર સાથે સંબંધ દર્શનથી જ નીકળ્યો હતો. પોલીસને કારમાંથી લોહીના સેમ્પલ પણ મળ્યા હતા, પોલીસના જણાવ્યા અનુસાર દર્શને 3 વર્ષિય ફેનને કિડનેપ કરાવ્યો અને કેટલાક લોોકો પાસે તેની હત્યા કરાવી દીધી. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર બહેસબાજી થઇ ગઇ હતી, જ્યાં રૂમર્ડ પાર્ટનર પવિત્રા ગૌડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.