જીમમાં 3 બાળકોની માતાએ લફડું કર્યું પછી આ માતાને ખુલ્લેઆમ ગોળી મારી હત્યા કરી અને પછી

23 વર્ષિય યુવકે 42 વર્ષની મહિલાનો લીધો જીવ, જિમમાં બંને ચાલુ પડી ગયા, લફરું કર્યું હતું, જોરદારની સ્ટોરી આવી સામે, વાંચો

Renu Goyal Murder Case: ગુજરાત સહિત દેશભરમાંથી હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ દેશની રાજધાની દિલ્હીમાં રહસ્યમય રીતે હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી, જે બાદ પોલીસ પણ ચોંકી ઉઠી. દિલ્હીમાં એક યુવકે એક મહિલાને ખુલ્લેઆમ ગોળી મારી અને પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી લીઘી. દિલ્હીના ડાબરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૈશાલી નામની જગ્યા છે, જ્યાં ગોયલ પરિવાર રહે છે. 42 વર્ષિય રેણુ ગોયલ કે જેની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના પાડોશી આશિષે કરી. જેણે ઘટનાસ્થળથી 200 મીટર દૂર જઈને આત્મહત્યા કરી લીધી હતી.

23 વર્ષના યુવકે 42 વર્ષની મહિલાને મારી ગોળી
ઓળખ થયા બાદ પોલીસે બંને મૃતકોના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી હતી અને બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સૌથી પહેલા તો પોલીસની સામે કેટલાક સવાલો હતા, જેના જવાબ તેમને શોધવાના હતા. રેણુ અને આશિષને લઈને કોઈના મનમાં શંકા નહોતી એટલે આશિષે આટલી ઘૃણાસ્પદ ઘટનાને કેમ અંજામ આપ્યો એ સૌથી મોટો સવાલ હતો. પોલીસ હવે આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે. રેણુની પોઈન્ટ બ્લેન્ક રેન્જમાંથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

હત્યા કર્યા બાદ પોતે પણ કરી આત્મહત્યા
જ્યારે પોલીસે મૃતકની ઓળખ કરી ત્યારે જાણવા મળ્યું કે રેણુ નામની આ 42 વર્ષની મહિલા તે જ વિસ્તારમાં રહે છે અને હુમલાખોરે તેને પગ પર ગોળી મારી હતી. વિસ્તારના લોકો જણાવે છે કે રેણુના પતિ ડી.પી.ગોયલનો બિઝનેસ સારો છે. રેણુની હત્યા કરીને પોતાનો જીવ પણ આપી દેનાર આશિષ માત્ર 23 વર્ષનો હતો. પોલીસે ક્રાઈમ સીનની આસપાસ લગાવેલા સીસીટીવીની તપાસ કરી તો તેમાં આશિષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આરોપી આશિષ પણ ગોયલ પરિવારની બાજુમાં ભાડાના મકાનમાં રહેતો હતો. આશિષના પિતા જીતેન્દ્ર મજૂરી પુરવઠાનું કામ કરે છે.

જીમમાં થઇ હતી મિત્રતા
જીમમાં આશિષ અને રેણુનો પરિચય થયો હતો. વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે પહેલા આશિષે રેણુને જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી અને પછી તેના ઘરે ગયો હતો. આશિષના મકાનમાલિકના ઘરમાં એક ફંક્શન ચાલી રહ્યું હતું તે જ સમયે બીજી ગોળી વાગી. ગોળીનો અવાજ સાંભળીને તરત જ બધા ઉપરના માળે ગયા અને જોયું તો આશિષની લાશ લોહીથી લથપથ પડી હતી. તેણે દેશી બનાવટની પિસ્તોલ વડે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

ઓળખ અને પંચનામાની પ્રક્રિયા બાદ પોલીસે તેની લાશને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.આ હત્યા અને આપઘાતની ઘટના બાદ પોલીસનું ધ્યાન એ વાત પર હતું કે આશિષે તેની પાડોશમાં રહેતી મહિલાનો જીવ કેમ લીધો ? આ પ્રશ્નના ઉકેલ માટે જ્યારે પોલીસ તપાસ આગળ વધી તો જાણવા મળ્યું કે આશિષ અને રેણુ એકબીજાને પહેલેથી ઓળખતા હતા. તેઓ બંને એક જ જીમમાં જતા હતા, જ્યાં તેઓ બંને મળ્યા હતા. ક્યારેક ડીપી ગોયલ પણ રેણુ સાથે જિમ જતા હતા. પરંતુ રેણુ હંમેશા જિમ જતી હતી. ત્યારે પોલીસે જીમના માલિક અને સ્ટાફ સહિત બંનેના પરિચિત લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

પોલિસ લાગી કેસ ઉકેલવામાં
જેથી હત્યા અને આત્મહત્યાનું કારણ જાણી શકાય. દિલ્હી પોલીસનું કહેવું છે કે હત્યા અને આત્મહત્યાના આ મામલામાં તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ પરસ્પર અદાવતનો મામલો હોવાનું જણાય છે. પરંતુ હત્યા પાછળનું કારણ તપાસ બાદ જ જાણી શકાશે. પોલીસે મૃતક મહિલા રેણુ ગોયલ અને હત્યારા આશિષ બંનેના ફોન જપ્ત કરીને તપાસ માટે મોકલી દીધા છે. આ ઉપરાંત પોલીસે તપાસ માટે નજીકમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે કર્યા છે.

Shah Jina