મનોરંજન

ઈન્ડિયન આઇડલ ફેઇમ સિંગને 3 બાળકોનો પિતા ભગાવી ગયો હતો પછી જે થયું બાપ રે

3-3 બાળકોના બાપે આ સુંદરી સિંગરને પટાવીને ભગાડીને લઇ ગયો પછી

રાજસ્થાનના અલવર જિલ્લાની રહેનારી 23 વર્ષીય ઈન્ડિયન આઇડલ ફેમ સિંગર રેણુ નાગરને ભગાવીને લઇ જવાનો મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે. કેસ પરિવાર તરફથી જ દાખલ કરાવવામાં આવ્યો છે. 2018ના ઈન્ડિયન આઇડલ સીઝન 10માં ભાગ લેનારી સિંગર રેણુ નાગરના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની પાસે તબલા શીખવા માટે આવેલા વ્યક્તિ રવિ તેમની દીકરીને ભગાવીને લઇ ગયો છે. પિતાએ ભરતપુર નિવાસી આ વ્યક્તિની સામે મહિલા પોલીસ ક્ષેત્રમાં કેસ દાખલ કરાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Renu Nagar (@renu_nagar_official) on

સારેગામાપા અને ઇન્ડિયન આઇડલ ફેમ અલવર જિલ્લાની રેણુ નાગર દ્વારા ફોસલાવીને લઇ જવાનો મામલો સામે આવ્યો છે. મામલે સિંગર રેણુના પિતાએ અલવર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

 

View this post on Instagram

 

Good morning to All friends.

A post shared by Renu Nagar (@renu_nagar_official) on

અલવરની રેનુ નાગરે બે મોટા સિંગિંગ પ્લેટફોર્મ ‘સા રે ગા મા પા’ 2012 અને ‘ઇન્ડિયન આઇડોલ’ 2018 માં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ પછી રેણુ સતત સ્ટેજ શો પણ કરી રહી છે. રેણુ લાંબા સમયથી તેના પિતા પ્રકાશ નગર પાસે રહેતી હતી. રેણુના પિતા પ્રકાશ નાગર પણ સંગીતકાર છે. આ દરમિયાન ભરતપુરનો રહેવાસી રવિ નાગર તેના પિતા પાસે તબલા શીખવા આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Renu Nagar (@renu_nagar_official) on

રવિ નાગર અલવર શહેરમાં કોઈ કામ માટે રેણુ સાથે ગયો હતો. ત્યારબાદ બંને પાછા ફર્યા નહીં. પિતા પ્રકાશ નાગરે તેના શિષ્ય રવિનાગર વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં લાલચ આપીને 30 તારીખ રેણુ નાગરનું અપહરણ કરવાનો કેસ નોંધ્યો છે. પિતાએ એમ પણ કહ્યું હતું કે પહેલા બે દિવસ સુધી પોતાની રીતે તપાસ કરી હતી પરંતુ અંતે ભાળ ના મળતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Renu Nagar (@renu_nagar_official) on

આ કેસમાં પોલીસ સ્ટેશનના એસએચઓ ચૌતમલ કહે છે કે રેણુ નગરના પિતાએ ભરતપુર નિવાસી રવિ નાગર પર રેણુને ભગાડી જવાનો કેસનો નોંધાયો છે. મોબાઇલ લોકેશનના આધારે બંનેને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, રવિ નાગર 3 બાળકોનો પિતા છે.

 

View this post on Instagram

 

A post shared by Renu Nagar (@renu_nagar_official) on

રેણુએ 16 વર્ષની ઉંમરમાં રિયાલિટી શો સારેગામાપામાં એન્ટ્રી લીધી હતી. રેણુએ 6 વર્ષ પછી ઈન્ડિયન આઇડલ સીઝન 10માં સિલેક્ટ થયા પછી પોતાની અલગ ઓળખ બનાવી. તે ઘણાં કોન્સર્ટમાં પણ પફોર્મ કરી ચૂકી છે.