ખબર

રામાયણમાં શૂર્પણખાનો અભિનય કરનાર અભિનેત્રી આજે કેવી દેખાય છે? કેવી રીતે મળ્યો હતો તેને શૂર્પણખાનો રોલ

લોકડાઉનની સાથી ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ પણ શરૂ થયું અને દર્શકોએ તેનો ભરપૂર લાભ લીધો, રામાયણના કિરદારો આંખો સામે આવીને ઉભા રહી ગયા, રામાયણના બધા કિરદારોની સાથે એક ખાસ કિરદાર શૂર્પણખાનું પણ હતું. અને અભિનેત્રીએ આ કિરદારમાં પણ જીવ પુરી દીધો હતો, ચાલો જાણીએ શૂર્પણખાનો અભિનય કરનાર અભિનેત્રીનું જીવન કેવું છે.

Image Source

આપણે બધા જાણીએ છીએ તેમ શુર્પર્ણખા સાથેના લગ્નનો પ્રસ્તાવ રામ અને લક્ષ્મણે અસ્વીકાર કર્યો જેના કારણે ક્રોધે ભરાયેલી શૂર્પણખા બદલો બદલો લેવા માટે આવી ચાહડી હતી, અને લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું હતું અને તેના કારણે જ રામ અને રાવણનું યુદ્ધ પણ થયું હતું. રામાયણમાં આ કિરદાર નિભાવ્યો હતો અભિનેત્રી રેણુ ધારીવાલે, તેમનો અભિનય આ પાત્રમાં જીવ ભરી દીધો હતો.

Image Source

રેણુએ 20  ઉમંરમાં જ  વિચારી લીધું હતું, જેના કારણે તે પોતાના પિતાને જણાવ્યા વગર જ મમુંબઈ ચાલી આવી હતી અને મુંબઈ આવ્યા બાદ તે એક્ટિંગના ક્લાસમાં જોડાઈ હતી.મુંબઈમાં તેને રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું હતું, રેણુની સાથે અભિનેતા ગોવિંદા પણ ત્યાં જ તાલીમ લેતા હતા.

Image Source

મુંબઈમાં તે થિયેટર સાથે પણ જોડાઈ અને નાટકોમાં તેને પોતાનો અભિનય શરૂ કર્યો, આ સમયે રામાનંદ સાગરની નજર રેણુ ઉપર પડી અને તેમેને ઓડિશન આપવા માટે પોતાના ઘરે બોલાવી, રેણુને શૂર્પણખા માટે હસવાનો અભિનય કરવાનો હતો અને તે જે રીતે હસી તે જોતા જ રામાનંદ સાગરે તેને શૂર્પણખા માટે પસંદ કરી લીધી હતી. અને આજ અભિનય ના કારણે તે દેશભરમાં પ્રખ્યાત થઇ.

Image Source

રેણુકાએ અભિનયમાં પ્રસિદ્ધિ મળ્યા બાદ રાજનીતિમાં જમ્પલાવ્યું અને તે કોંગ્રેસ સાથે જોડાઈ ગઈ. રામાયણમાં અભિનય કરવા ઉપર તેના હાસ્યને જોઈને તેને ઘણી ટીવી સિરિયલ અને ફિલ્મોમાં પણ કામ મળ્યું, અને તે ઇન્ડ્રસ્ટ્રીઝમાં ખ્યાતિ મળેવી જ રહી હતી અને અચાનક તેને રાજનીતિમાં જોડાવવાનો નિર્ણય કરી લીધો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.