હજુ એક નેપોટિઝ્મની દીકરી આવી રહી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, જુઓ તસ્વીરો
મનોરંજન જગતમાં વધુ એક નામ ઉમેરવા જઈ રહ્યું છે. એક્ટ્રેસ સુષ્મિતા સેનની દીકરી રીની સેન એક્ટીંગ જગતનો હિસ્સો બનવા જઈ રહી છે. સુષ્મિતા સેને ઘણીવાર કહ્યું છે કે, તેની દિકરી રીની શરૂઆતથી જ એક્ટ્રેસ બનવા માંગતી હતી. આ માટે રીનીએ ઘણી તૈયારી પણ કરી હતી. હવે આ તૈયારીઓને બહાર લાવવાનો સમય છે. રીની આજકાલ તેની કરિયરની શરૂઆત વેબ ફિલ્મના શુટિંગથી કરી રહી છે.
View this post on Instagram
આ ફિલ્મના સેટ પરથી તેની તસ્વીર સામે આવી છે જે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સુષ્મિતા સેન આ પહેલા પણ તેના ઇન્ટરવ્યૂમાં કહી ચુકી હતી કે, રીનીને એક્ટિંગમાં દિલચસ્પી છે. તે એક એક્ટ્રેસ બનવા માંગે છે. જેના માટે તેને તૈયારી પણ કરી લીધી છે.
View this post on Instagram
રીની સેનની પહેલી ફિલ્મનું નામ સુટ્ટાબાજી છે જે કબીર ખુરાનાના નિર્દેશનમાં બની રહી છે. કબીર ખુરાનાએ આ ફિલ્મના શુટની તસ્વીર શેર કરી છે. કબીર ખુદ નવો નિર્દેશક છે જેના નિર્દેશનમાં પહેલી ફિલ્મ બનશે. રીની સિવાય આ ફિલ્મમાં રાહુલ વોહરા અને કોમલ છાબરિયા લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ લોકડાઉનના સમય પર એક પારિવારિક કહાની પર આધારિત છે. આ ફિલ્મમાં રીની એક બગડેલી છોકરીનો રોલ નિભાવશે. આ સાથે જ આ ફિલ્મ દ્વારા મહિલા સશક્તિકરણનો પણ સંદેશો આપશે.
View this post on Instagram
કલાકારોએ આ ફિલ્મનું શુટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મની શૂટ સમયની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તસ્વીરમાં રીની શૂટિંગ અને ડબિંગ કરતી નજરે આવી રહી છે. ફિલ્મ નિર્માતાએ આ ફિલ્મને રીલીઝને લઈને હજુ સુધી કોઈ ઘોષણા નથી કે કરી. આ ફિલ્મ કોઈ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
View this post on Instagram
જણાવી દઈએ કે, સુષ્મિતાએ વર્ષ 2000માં રીનીને દત્તક લીધી હતી. સુષ્મિતા અને રીનીનું બોન્ડીગ સોશિયલ મીડિયામાં નજરે આવે છે. સુષ્મિતા રીની સાથે તેની ઘણી તસ્વીર શેર કરતી રહે છે. જણાવી દઈએ કે, રીનીને એક નાની બહેન એલિશા છે જેને સુષ્મિતાએ વર્ષ 2010માં દત્તક લીધી હતી.
View this post on Instagram
રીનીની માતા સુષ્મિતા સેને પણ આ વર્ષ વેબસીરીઝ ‘આર્યા’ થી ડિજિટલ પ્લેટફોર્મ પર તેની કરિયરની શરૂઆત કરી ચુકી છે. આ માટે તેની ઘણી તારીફ પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, સુષ્મિતા સેને હજુ સુધી લગ્ન નથી કર્યા.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.