ખબર

મધ્યમવર્ગના લોકો માટે છે સસ્તી, શાનદાર અને 7 સિટર કાર, વાંચો ફીચર્સ અને કિંમત, તમને પણ ગમી જશે

કાર લેવી દરેક વ્યક્તિનું સપનું હોય છે, આજની ભાગ દોડ સાથે વરસાદ, ઠંડી અને ગરમીથી બચવા માટે પણ કાર સૌથી અનુકૂળ વાહન છે, તો પોતાનું સ્ટેટ્સ બતાવવા માટે પણ કાર લોકો વસંત હોય છે, પરંતુ ઘણીવાર આર્થિક તંગીના કારણે અને ઓછા બજેટના કારણે આપણું કાર લેવાનું સપનું અધૂરું જ રહી જાય છે, ઘણા લોકોનો પરિવાર પણ મોટો હોવાના કારણે તે કાર લેવાનું તો વિચારે છે પરંતુ આખો પરિવાર એક કારમાં ના સમાઈ શકવાના કારણે પણ કાર નથી ખરીદી શકતા.

Image Source

પરંતુ આજે અમે તમને એક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છે જે કિંમતમાં પણ તમારા ખિસ્સાને અનુકૂળ રહેશે સાથે તમે સમગ્ર પરિવાર સાથે પણ કારમાં જઈ શકશો.

ફ્રાન્સની કંપની રેનોલ્ટ પોટકની સસ્તી અને આકર્ષક કાર માટે ખુબ જ જાણીતી છે, આજ કંપનીની અલગ અલગ કાર આજે બજારમાં ખુબ જ વેચાઈ રહી છે અને લોકો પસંદ પણ કરી રહ્યા છે, ત્યારે રેનોલ્ટ કંપનીએ મધ્યમ વર્ગના પરિવારો માટે એક 7 સિટર કાર બજારમાં ઉતારી છે. ઓછી કિંમતની સાથે સાથે આ કાર આકર્ષક ફીચર્સ વાળી પણ છે, જે લોકો 5 લાખ કે તેથી ઓછાનાં બજેટમાં 7 સિટર કાર લેવાનું વિચારી રહ્યા હતા તેમના માટે આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

Image Source

આ કારનું નામ છે રેનોલ્ટ ટ્રિબેર (Renault Triber), જે 7 સિટર કાર છે અને આ કારની કિંમત જ 5 લાખથી પણ ઓછી છે. વાત કરીએ આ કારણ ફીચર્સની તો આ કર આધુનિક ફીચર્સ અને સેફટી સાથે જોડાયેલી છે.

આ ગાડીના એન્જીન અને પાવરની વાત કરીએ તો તેમાં 99 સીસીનું 3 સિલેન્ડર વાળું પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. જે 72 પીએસનો પાવર અને 96 ન્યુટન મિત્ર ટૉર્ક જનરેટ કરે છે, આ ગાડીની અંદર મળતી પોઇન્ટ ફ્યુઅલ ઈન્જેકશ પણ આપવામાં આવ્યા છે.

Image Source

આ ગાડીમાં મેટલ મસ્ટર્ડ, ઇલેક્ટ્રિક બ્લુ, ફેયરી રેડ, મુન લાઈટ સિલ્વર અને આઈસ કુલ વ્હાઇટ એમ 5 કલર ઓપશન આપવામાં આવ્યા છે.

Image Source

ફીચર્સની વાત કરીએ તો આ ગાડીમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે, ડ્યુઅલ ટોન ડેશબોર્ડ, ઇલેક્ટ્રિક પાવર સ્ટેરીંગ અને કુલ્ડ કપ હોલ્ડર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
સેફટી ફીચર્સની વાત કરીએ તો આ કારમાં 4 ઍરબૅગ, ઓટોમેટિક ડોર લોક અનલોક, સ્પીડ એલર્ટ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે.

Image Source

આ ગાડીના ડાયમેંશનની વાત કરીએ તો કારની લંબાઈ 3990 એમએમ, પહોળાઈ 1739 એમએમ, ઊંચાઈ 1643 એમએમ, વ્હીલ બેસ 2636 એમએમ, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 182 એમએમ, ફ્રન્ટ ટ્રેક 1547 એમએમ, રિયર ટ્રેક 1545 એમએમ છે. ફ્યૂયલ ટેન્કની વાત કરીએ તો આ ગાડીમાં 40 લીટરની ક્ષમતા વાળું ફ્યુઅલ ટેન્ક આપવામાં આવ્યું છે.

Image Source

બ્રેક સિસ્ટમ જોઈએ તો આ ગાડીમાં આગળ ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

આ ગાડીની કિંમત જોવા જઈએ તો તો તેના 4 અલગ અલગ વર્જન પ્રમાણે અલગ અલગ કિંમત પણ નક્કી કરવામાં આવી છે. જેમાં સૌથી ઓછી કિંમત RXE મોડલની 4.95 લાખ રૂપિયા છે. જયારે RXl 5.49 લાખ, RXT 5.99 લાખ અને RXZ 6.49 લાખ રૂપિયા સુધી એક્સ શો રૂમ પ્રાઈઝ ઉપર ઉપલબ્ધ હશે.

Image Source

રેનોલ્ટની આ આકર્ષક કાર મધ્યમ વર્ગ માટે તેમના બજેટ અનુરૂપ અને સૌથી સારા ફિચર્ચ ધરાવતી શ્રેષ્ઠ કાર છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.