ગાડીમાંથી કરતા હતા ધ્વનિ પ્રદુષણ અને પછી પોલીસે જે કર્યું એ લોકો જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

ઘણા યુવાનો બાઇકમાં કંપની દ્વારા લાગેલા સાઇલેંસરની જગ્યાએ મોડિફાઇડ સાઇલેંસરનો ઉપયોગ કરે છે. બાઇકોમાં લોકો સાઇલેંસરને મોડિફાઇડ કરાવે છે આ કારણે રસ્તાઓ પર તેનો અવાજ વધુ થાય છે. કર્ણાટકના મણિપાલમાં પોલિસે આવી બાઇક પર સકંજો કસવામાં માટે અભિયાન ચલાવી રહી છે.

પોલિસ બાઇકોમાંથી મોડિફાઇડ સાઇલેંસર નીકાળાવી તેના પર બુલડોઝર ફેરવી રહી છે. પોલિસની કાર્યવાહીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. પોલિસ મોડિફાઇડ સાઇલેંસરને મૂકીને તેના પર બુલડોઝર ફેરવી રહી છે. બાઇકમાં એવા સાઇલેંસર લાગેલા હતા જે વધારે અવાજ કરતા હતા. પોલિસે તે બધા બાઇકોમાંથી સાઇલેંસર નીકાળાવી દીધા.

મોટર વ્હીકલ એક્ટ હેઠળ કોઇ પણ સાઇલેંસરનો પ્રોયગ કરવો, જે અવાજના પ્રદૂષણ માટેનું કારણ બને છે. તે પ્રતિબંધ છે. મોટર વ્હિકલ એક્ટ અનુસાર, વાહનમાં વધારેમાં વધારે 80 ડેસિબલ અવાજ વાળા સાઇલેંસર લગાવવામાં આવે છે. તેનાથી વધારે અવાજ વાળા સાઇલેંસરને અવાજના પ્રદૂષણમાં ગણવામાં આવે છે.

ધ્વનિ પ્રદૂષણ માટે 1 લાખ સુધીનો દંડ થઇ શકે છે. આ મામલે 5 વર્ષની સજા પણ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે, RTOના અનુમતિના વાહનમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરાવો પણ ગેરકાનૂની છે. તમે નીચે વીડિયોમાં જોઇ શકો છો કે ત્યાં ઘણા લોકો હાજર છે અને પોલિસ પણ મોટી સંખ્યામાં છે. ત્યાં હાજર ઘણા લોકો વીડિયો પણ ઉતારી રહ્યા છે.

Shah Jina