થોડાક જ રૂપિયામાં બગલની કાળાશ દૂર કરી સફેદ બનાવો, એકવાર જરૂર ટ્રાય કરો આ કામની ટીપ્સ

0
8

આજના મોર્ડન સમયમાં મોટાભાગે યુવતીઓ સ્લીવલેસ પહેરવાનું વધારે પસંદ કરે છે. પણ તેના માટે મોટાભાગે યુવતીઓને અંડરઆર્મ્સની કાળાશ ચિંતામાં મૂકી દે છે. અંડરઆર્મ્સની કાળાશને લીધે મોટાભાગે આપણે આપણી પસંદના કપડા નથી પહેરી શક્તા. જો કે ઘણા લોકોને આ સમસ્યા હોર્મોન્સને લીધે પણ થતી હોય છે તો અમુક લોકોને બાહરી કારણોને લીધે. ખુબ જ ગરમ વેક્સનો ઉપીયોગ કરવા પર, હર રીમૂવલ ક્રીમને લીધે કે પછી શેવ કરવાથી પણ અંડરઆર્મ્સમાં કાળાશ આવી શકે છે.

Image Source

એવામાં આજે અમે તમારા માટે અમુક એવા સરળ અને ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છીએ જેનાથી અમુક જ દિવસોમાં તમે અંડરઆર્મ્સની કાળાશને દૂર કરી શકો છો. આવો તો જાણીએ આ ઉપાયો વિશે…

Image Source

1. લેમન સ્ક્ર્બ:
લીંબુના અનેક ફાયદાઓ છે. લીંબુ એક પ્રાકૃતિક બ્લીચ માનવામાં આવે છે જે ડાર્ક કે કાળી સ્કિનને લાઈટ અને ચમકદાર કરવાનું કામ કરે છે. આ સિવાય તે ડેડ સ્કિનને પણ સાફ કરવાનું કામ કરે છે. નિયમિત રૂપે લીંબુનો રસ લગાડીને તેને પાણીથી ધોઈ લો, તેનાથી જલ્દી જ ફાયદો મળશે. આ સિવાય લીંબુની છાલથી પણ અંડરઆર્મ્સની કાળાશ દૂર થાય છે. 10 થી 15 મિનિટ સુધી લીંબુના છાલથી મસાજ કરવાથી ડાર્કનેસ દૂર થાય છે, લીંબુની છાલમાં અમુક ટીપા મધના નાખીને અંડરઆર્મ્સ પર હલકા હાથે મસાજ કરવાથી પણ ડાર્કનેસ જલ્દી જ દૂર થાય છે.

Image Source

2. બેકિંગ સોડા:
બેકિંગ સોડા અને પાણીની પેસ્ટથી અંડરઆર્મ્સનું મસાજ કરો. તેનાથી ડાર્કનેસ ધીમે ધીમે દૂર થાય છે અને સ્કિન ચમકવા લાગે છે. આ સિવાય બેકિંગ સોડામાં ગુલાબ જળ ઉમેરીને પણ મસાજ કરી શકાય છે.

Image Source

3. બટેટા:
બટેટા એક પ્રકરતૂતીક બ્લિચિંગ એજન્ટ માનવામાં આવે છે. તેનાથી અંડરઆર્મ્સનો ડાર્ક રંગ હલકો થવા લાગે છે. બટેટાની સ્લાઈસને દિવસમાં બે વાર પાંચ મિનિટ સુધી અંડરઆર્મ્સનું મસાજ કરવાથી ડાર્કનેસ દૂર થાય છે. આ સિવાય બટેટાની પેસ્ટ પણ અંડરઆર્મ્સ પર લગાવી શકાય છે. તેને 5 થી 7 મિનિટ માટે લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

Image Source

4. સંતરાની છાલ:
સંતરાની છાલને સૂકવીને તેનો પાઉડર બનાવી લો. પાઉડરમાં ઠંડુ ગુલાબજળ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. સુકાયા પછી તેને સાફ કરી લો. નિયમિત્ર રૂપે આ પ્રયોગ કરવાથી જલ્દી જ અંડરઆર્મ્સની કાળાશ દૂર થાય છે.

5. કેસર અને કાચું દૂધ:
કેસરના અમુક દોરાને દૂધમાં ભેળવીને અમુક સમય સુધી રહેવા દો. તેના પછી તેને અંડરઆર્મ્સ પર લગાવો. રોજ તેનો ઉપીયોગ કરો અમુક જ દિવસોમાં તમને ફર્ક દેખાવા લાગશે.

Image Source

6. ચણાના લોટની પેસ્ટ:
અંડરઆર્મ્સ પર લગાવા માટે ચણાનો લોટ, દહીં અને લીંબુના રસની પેસ્ટ બનાવો. પેસ્ટને બે થી ત્રણ દિવસ સુધી લગાતાર અંડરઆર્મ્સ પર લગાવતા રહો. ધ્યાન રાખો કે પેસ્ટ લગાવ્યા પછી હંમેશા તેને ઠંડા પાણીથી જ સાફ કરવું જોઈએ. આ પેસ્ટમાં તમે હળદર પણ ઉમેરી શકો છો.

7. કાકડી:
કાકડીના જ્યુસમાં લીંબુનું જ્યુસ અને મીઠું ભેળવીને અંડરઆર્મ્સ પર હલકા હાથે મસાજ કરો. આ ઉપાય નિયમિત રૂપે કરવાથી ડાર્કનેસ જલ્દી જ દૂર થઇ જાય છે.

Image Source

8. ખાંડ:
અડરઆર્મ્સની ડાર્કનેસથી છુટકારો મેળવવા માટે ખાંડ અને પાણીના મિશ્રણને અંડરઆર્મ્સ પર લગાવો. તમે ઈચ્છો તો દિવસમાં બે વાર મિશ્રણને અંડરઆર્મ્સ પર લગાવી શકાય છે. તેનાથી અંડરઆર્મ્સની ડાર્કનેસ દૂર થઇ જાય છે અને સ્કિન ચમકવા લાગે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY