ધનતેરસ પર દક્ષિણ દિશામાંથી દૂર કરો આ વસ્તુઓ, તો જ દેવી લક્ષ્મી થશે પ્રસન્ન

ધનતેરસને ધન ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 29મી ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે.દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી, ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે ઘરની દક્ષિણ દિશામાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવી જોઈએ.

ડસ્ટબીન: ધનતેરસના દિવસે ઘરની દક્ષિણ દિશામાંથી ડસ્ટબીન હટાવી દો. તેના બદલે, તે દિશા સ્વચ્છ રાખો. કારણ કે આને યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિવસે ડસ્ટબીન દક્ષિણ દિશામાં રાખવા થી ઘરમાં ખરાબ પ્રભાવ પડે છે.

તુલસીનો છોડ:  ધનતેરસના દિવસે ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ પણ ન રાખવો જોઈએ.તુલસીનો છોડ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે.આપણી સંસ્કૃતી પ્રમાણે તુલસીના છોડ ની પૂજા કરવામાં આવે છે, પરંતુ આ છોડને દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. આમ કરવાથી તુલસી પૂજાનો લાભ મળતો નથી.

પગરખાં અને ચપ્પલ: ધનતેરસના દિવસે ભૂલથી પણ ઘરની દક્ષિણ દિશામાં પગરખાં અને ચપ્પલ ન રાખવા જોઈએ. આવું કરવાથી ભગવાન યમનું અપમાન થાય છે.

ધનતેરસના દિવસે સાવરણી દક્ષિણ દિશામાં રાખવી જોઈએ અને સ્વસ્તિક ચિહ્ન બનાવવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા રહેતી નથી.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Devarsh