હેલ્થ

આંખોના ચશ્મા હટાવીને રોશની વધારવા માંગો છો તો અપનાવો આ ઉપાય, થશે ખુબ જ ફાયદો

આજે મોટાભાગના લોકોને બહુ જ જલ્દી આંખોમાં ચશ્મા આવી જાય છે. નાની ઉંમરના બાળકોને પણ ચશ્મા આવવાની તકલીફ થતી હોય છે. જેની પાછળનું કારણ આજની ખાણીપીણી અને મોબાઈલ તેમજ કમ્યુટરનો વધુ વપરાશ માનવામાં આવે છે. તો આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય? આજે અમે તમને આંખોના નંબર ઘટાડવા અને આંખોની રોશની તેજ કરવાના ઉપાયો જણાવીશું. જે ખુબ જ ફાયદાકારક નિવળશે.

Image Source

એવી ઘણી ટાયટ છે જેના દ્વારા ચશ્મા હંમેશને માટે જય શકે છે અને તેનાથી વધતા નંબરને પણ રોકી શકાય છે. ચશ્મા પહેરવાની આવશ્યકતા જેને રિફ્રેક્ટિવ એરરના નામથી ઓળખવામાં આવે છે. તે આંખોના આકાર ઉપર નિર્ભર કરે છે.

Image Source

રીફ્રેક્ટીવ એરર મોટાભાગે બાળપણથી જ થાય છે. તેના માટે સૌથી જરૂરી છે કે તમે હેલ્દી ડાયટનો ઉપયોગ કરો. ગાજર અને અન્ય રંગના શાકમાં વિટામિન એનો સારો સ્ત્રોત હોય છે. તે આંખો અને સ્કિનને બંને માટે ખુબ જ લાભદાયક છે. આ ઉપરાંત બાળકો અને વયસ્કોમાં સારી રીડિંગ સ્કિલ હોવી પણ ખુબ જ જરુરી છે. વયસ્કોને આંખો માટે રંગીન અને પાનાવાળા શાક ખાવા જોઈએ.

Image Source

તેનાથી પણ વધારે જરૂરી છે કે પોતાની આંખોને અલ્ટ્રા વોઈલેટ કિરણોથી બચાવવું. જે લોકોને લાંબા સમય સુધી સ્ક્રીનની આગળ રહેવું પડે છે, તેમને થોડા થોડા સમયે પોતાની આંખોને આરામ આપવા માટે બ્રેક લેવો જોઈએ. આંખો ઉપર પડવા વાળા ભારને ઓછો કરવા માટે તેમને એન્ટી ગ્લેયર ચશ્માંનો પ્રયોગ કરવો જોઈએ.  કોઈપણ ડાયટથી ચશ્માથી કાયમી છુટકારો તો નથી મળી શકતો પરંતુ વધતા નંબરને ચોક્કસ રોકી શકાય છે.

Image Source

ત્રિફળા:
ઘણા વર્ષોથી ત્રિફળાનો ઉપયોગ ઘણી જ બીમારીઓ માટે કરવામાં આવે છે. ત્રિફળામાં વિટામિન એ હોય છે જેના કારણે તે આંખોમાં થવા વાળીબળતરાને રોકે છે. ત્રિફળા કોર્નિયલ ડેસ્ટ્રોફીસ, નેત્રહીન દાહ, આંખોની રોશની જવી અને ઉંમરની સાથે આંખોમાં કમજોરી આવવા જેવી પરિસ્થિતિઓમાં મદદ કરે છે.

Image Source

એક કપ હળવા ગરમ પાણીમાં એક મોટી ચમચી ત્રિફળા ચૂર્ણ ભેળવી અને પાણીને ઠંડુ થવા દેવું. તેને આખી રાત મૂકી રાખવું અને સવારે તેનાથી અનાખોને ધોઈ લેવું. તેને ફક્ત એક મહિનો અને દિવસમાં ફક્ત એક જ વાર ઉપયોગ કરવો.

Image Source

આંબળા:
આંબળાની અંદર રહેલું વિટામિન સીનું વધારે પ્રમાણ પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ આંખો માટે ખુબ જ સારું છે. તે રેટિના સેલ્સને ઓછું કરવાની રીતમાં સુધારો કરે છે અને સ્વસ્થ કોશિકાઓને વધારો કરવામાં મદદ કરે છે.

Image Source

પાણીની અંદર 2-4 ચમચી આંબળાનો પાવડર અને મધને ભેળવી લેવું. આ મિશ્રણને થોડા મહિના સુધી દિવસમાં બે વાર પીવાનું રાખવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.