રાજકોટ બાદ ગુજરાતના વધુ એક મોટા શહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર બોલાવવામાં આવશે તવાઈ, આટલા દિવસમાં હટાવશે લારીઓ

શિયાળાનો સમય આવતા જ મોટાભાગના લોકો ઈંડા અને નોનવેજ ખાવા તરફ ઘસારો કરતા હોય છે, ત્યારે બે દિવસ પહેલા જ રાજકોટ મેયર ડૉ પ્રદિપ ડવ દ્વારા શહેરમાં ખુલ્લેઆમ ધમધમતી ઇંડા અને નૉનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. મેયરના આદેશ આપ્યા બાદ સાંજ સુધીમાં શહેરના જાહેર રસ્તાઓ પરથી 18 જેટલી ઇંડાની લારીઓ જપ્ત કરવામાં આવી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે હવે ગુજરાતનું વધુ એક જાણીતા અને મોટા શહેર એવા સાક્ષર નગરી વડોદરામાં પણ ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા માટે હુકમ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી હતી કે વડોદરા શહેરની હદમાં ક્યાંક પણ ઇંડા કે નોનવેજની લારી લગાવી શકાશે નહી. જાહેર માર્ગ પર ક્યાંય પણ ઇંડા કે નોનવેજ દેખાતું હોય તેવી લારી લગાવી શકાશે નહી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વડોદરામાં રોડ રસ્તા પર લાગતી નોનવેજ અને આમલેટની લારી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે અને તેના પર અમલ કરાવવા આદેશ છૂટ્યા છે. જેના કારણે માત્ર 10 દિવસમાં શહેરના રોડ રસ્તા પર લાગતી મટન, મચ્છી અને આમલેટની લારીઓ બંધ કરાશે રાજકોટ બાદ વડોદરા પાલિકાએ પણ આ પ્રકારનો નિર્ણય લીધો છે. નોનવેજની દુકાનમાં પણ જાહેરમાં મટન નહી લટકાવી શકાય.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને 10 દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપરથી હટી જવા સુચના આપવામાં આવે છે, અને આગામી દિવસોમાં રોડ પર નોનવેજ અને આમલેટની લારીઓ બંધ રાખવા જણાવ્યું છે

Niraj Patel