રેમો ડિસુઝાની પત્નીએ ઈમોશનલ સપોર્ટ માટે સલમાન ખાનને કહ્યું થૅન્ક્યુ, વાયરલ થઇ તસ્વીર
બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્દેશક અને ડાન્સ કોરિયોગ્રાફર રેમો ડિસુઝા થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી રજા મળી હતી. રેમોને હાર્ટએટેક આવવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે રેમોનું સ્વાસ્થ્ય બહેતર છે. રેમોના ઈલાજ દરમિયાન તેને સલમાન ખાનનો સપોર્ટ મળ્યો હતો. જેને લઈને હવે રેમોની પત્ની લિઝેલએ આ માટે દબંગ ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
રેમોની પત્ની લિઝેલએ ઈમોશનલ સપોર્ટ માટે સલમાન ખાન માટે એક પ્રેમભરી પોસ્ટ તેના ઇન્ટાગ્રામ પર શેર કરી હતી. જે આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લિઝેલએ એક તસ્વીર શેર કરી છે જેમાં તે પતિ રેમોને ગળે લગાડતી નજરે ચડી રહી છે. તસ્વીર શેર કરતા સલમાન અને મુંબઈની કોકિલા બહેન હોસ્પિટલમાં સ્ટાફનો આભાર વ્યક્ત ર્ક્યોં હતો. લિઝેલએ કેપ્સનમાં લખ્યું હતું કે, અત્યાર સુધીની સૌથી સૌથી સૌથી સારી ક્રિસમસ ગિફ્ટ. આ સમયને હંમેશા હું યાદ રાખીશ.ભાવનાત્મક ઉતાર-ચડાવભર્યા અઠવાડિયા બાદ હું તને ગળે લગાવી રહી છું.
View this post on Instagram
આ સાથે જ લખ્યું હતું કે, હું જાણું છું કે તારી સામે હું કોઈ સુપરવુમનની જેમ વર્તન કરું છું પરંતુ અચાનક જ હું કોઈ નાના બાળકની જેમ મહેસુસ કરું છું જે ક્યાંક ખોવાઈ ગયું છે. જે એક વાત પર મને ભરોસો તે હતા ઈશ્વર અથવા તો તારું એ પ્રોમિસ જે તને યૌદ્ધાની જેમ લડીને પાછો લાવશે. સલમાન ખાનનો આભાર વ્યક્ત કરતા લિઝેલે લખ્યું હતું કે, હું દિલથી સલમાન ખાનનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જે મારા ઈમોશનલ સપોર્ટમાં રહ્યા છે. બહુ બહુ આભાર ભાઈ તમે એક એન્જલની જેમ હંમેશા હાજર રહો છો.
View this post on Instagram
જાણીતું છે કે રેમો ડીસુઝાએ સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘રેસ -3’ નું દિગ્દર્શન કર્યું છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર યોગ્ય ધંધા કરવામાં સફળ રહી હતી. રેમો ફિલ્મ ડાયરેકશની સાથે-સાથે મોટી ફિલ્મોની કોરિયોગ્રાફી પણ કરી ચુક્યા છે. રેમોએ તેની કરિયરની શરૂઆત 1995માં કરી હતી. વર્ષ 2000માં ‘દિલ પે મત લે યાર’ફિલ્મમાં તેને કોરિયોગ્રાફી કરી હતી.
View this post on Instagram