નિર્દેશક અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને 11 ડિસેમ્બરના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. આ બાદ તેને તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, તેના હાર્ટમાં બ્લોકેજ હતો અને એન્જીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. હવે તેની હાલત સુધારા પર છે.રેમોની પત્ની લિઝેલ ડિસોઝાએ સોશિયલ મીડિયામાં તેના સ્વાસ્થ્યને લઈને જાણકારી આપી હતી. લિઝેલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વીડિયો શેર કર્યો છે જેમાં કેમેરો રેમોના પગ પર જ ફોક્સ કરે છે.
View this post on Instagram
આ વીડિયો માં રેમોનો ચહેરો નથી જોઈ શકાતો. સંગીતની ધૂન પર પગ થીરકાવતો નજરે ચડે છે. લિઝેલે આ પોસ્ટ સાથે કેપ્સનમાં લખ્યું હતું કે, પગની સાથે ડાન્સ કરવું એક અલગ વાત છે. દિલથી ડાન્સ કરવું એક અલગ. બધાની દુઆઓ માટે આભાર.રેમો ડીસુઝાની હોસ્પિટલનો વીડિયો જોઇને ફેન્સ સાથે બોલિવૂડની જાણીતી હસ્તીઓ કમેન્ટ કરી રહ્યા છે અને તેમની વહેલી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે. વરૂણ ધવને હાર્ટ ઇમોજી બનાવીને રેમો ડિસુઝાના આ વીડિયો પર પણ કમેન્ટ કરી છે.
જણાવી દઈએ કે, રેમો ડીસુઝાને ગયા શુક્રવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ડોકટરોએ તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી હતી. ત્યારબાદ રેમો ડીસુઝા હોસ્પિટલમાં છે ત્યારથી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.રેમો ડિસોઝા જાણીતા કોરિયોગ્રાફર છે અને તે ઘણા રિયાલિટી શોમાં જજની ખુરશી સંભાળતા નજરે આવી ચુક્યા છે.આ સાથે જ તે એક ફિલ્મ મેકર છે.રેમોએ એબીસીડી, રેસ3,સ્ટ્રીટ ડાન્સર 3ડી જેવી ફિલ્મોના ડાયરેક્શન માટે જાણીતો છે.તેમની પત્ની એ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો તમે પણ જુઓ.
View this post on Instagram