2020માં એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માથેથી દુઃખોના પહાડ ઘટવાની નામ જ નથી લઇ રહ્યા ત્યારે આ દરમિયાન જ બોલીવુડના ખુબ જ પ્રખ્યાત ડાન્સ કોરિયોગ્રાફર રેમો ડિસુઝાને પણ હાર્ટ એટેક આવ્યો છે.

કોરિયોગ્રાફર રેમો ડિસુઝાને આજે બપોરે હાર્ટ એટેક આવ્યો છે. તેને મુંબઈના કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. આ ખબરની પુષ્ટિ કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર અહમદ ખાન દ્વારા કરવામાં આવી છે. રેમો ડિસુઝા અહમદ ખાન સાથે છ વર્ષ સુધી ડાન્સ આસિસ્ટન્ટ પણ રહ્યા છે.

આ સમયે રેમો ડિસુઝાની પત્ની લીજ ડિસુઝા પણ તેની સાથે હોસ્પિટલમાં હાજર છે. રેમોની એન્જીયોગ્રાફી કરવામાં આવી છે અને તે હાલ આઈસીયુમાં ભરતી છે.

રેમો ડિસુઝાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત તે ઘણા રિયાલિટી ડાન્સ શોમાં પણ જજની ભૂમિકામાં નજર આવે છે. તેના કેરિયરની શરૂઆત 1995માં થઇ હતી અને તેને વર્ષ 2000માં “દિલ પે મત લો યાર” ફિલ્મમાં કોરિયોગ્રાફરની ભૂમિકા નિભાવી હતી.