ખ્યાતનામ કોરિયોગ્રાફર રેમો ડિસુઝાને ગયા મહિને જ હૃદયરોગનો હુમલો થયો હતો, ત્યારબાદ તે હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા, હવે ઘરે પરત ફરી અને રેમો જલ્દી જ રિકવરી કરી રહ્યા છે. રેમો હાલ પોતાના વર્ક આઉટ ઉપર પૂરતું ધ્યાન આપે છે. જેનો એક વીડિયો પણ રેમોએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે.
View this post on Instagram
રેમોએ આ ડમરીયાં સફેદ શૂઝ, ગ્રે લોઅર અને બ્લેક કલરની કેપ પહેરી છે. કોરોનાથી બચવા માટે પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખવા માટે રેમો બ્લેક કલરના ફંકી માસ્કની અંદર નજર આવી રહ્યો છે.
View this post on Instagram
રેમોના બંને હાથની અંદર ડંબેલ્સ છે અને તે બાઇસેપ્સનું વર્કઆઉટ કરતા નજર આવે છે. તેની પાસે ઉભેલી જિમ ઇન્સ્ટ્રકટર રેમોને ઇન્સ્ટ્રક્શન પણ આપી રહી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડની અંદર કોઈ અંગ્રેજી ગીત વાગે છે. જેના શબ્દો છે કે ઈશ્વર ઉપર ભરોસો રાખો તો બધું જ શક્ય છે.
View this post on Instagram
આ વીડિયો શેર કરવાની સાથે રેમોએ એક ખુબ જ સરસ કેપશન પણ લખ્યું છે. તેને લખ્યું છે કે, “કમબેક હંમેશા સેટબૅક કરતા વધારે સ્ટ્રોંગ હોય છે. આજે જ શરૂઆત કરી છે. ધીમી ધીમે જ ભલે પરંતુ શરૂઆત થઇ ગઈ છે.”
View this post on Instagram
રેમો દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. રેમોના ચાહકો પણ તે જલ્દી સ્વસ્થ્ય થઇ જાય તેના માટેની પ્રાર્થના કરી રહ્યા છે.