જ્યોતિષ શાસ્ત્ર

વર્ષોની અધૂરી મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો અપનાવો આ ઉપાયોમાંથી કોઈ એક ઉપાય, 24 કલાકમાં મળશે લાભ

આજે ઈચ્છાઓનો યુગ છે, દરેક માણસની ઘણી ઈચ્છાઓ રહેલી હોય છે, અને ઈચ્છાપૂર્તિ માટે જ માણસ દિવસ રાત ભાગતો પણ હોય છે. છતાં પણ ઘણા સપનાઓ અને ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. અપાર મહેનત કરવા છતાં પણ ક્યારેક પરિણામો મળતા નથી, ત્યારે આપણે હરિ જઈએ છીએ, નિરાશ થઇ જઈએ છીએ,

પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાકર તમે કેટલીક બાબતો કરો છો તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થઇ જાય છે આજે અમે તમને એવી જ કેટલીક બાબતો જણાવીશું જેના દ્વારા તમે ઈચ્છાપૂર્તિ કરી શકો છો.

Image Source

તુલસીનો છોડ લાવશે વૃદ્ધિ:
હિન્દૂ ધર્મમાં તુલસીનું ઘણું જ મહત્વ છે. તુલસીને માતા તરીકે ઓળખવામાં આવૅ છે. અને મોટાભાગના ઘરોમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો છોડ પણ રાખવામાં આવે છે. જેમાં રોજ સવાર સાંજ આપણે પાણી ચઢાવીએ છીએ અને દિપક પણ પ્રગટાવીએ છીએ, જેનાથી લાભ પણ થાય છે, પરંતુ વિશેષ લાભ મેળવવા માટે સંધ્યાકાળે તુલસીની નીચે એક ઘીનો દીવો કરવાનું પણ રાખો સાથે ભગવાન વિષ્ણુનું પણ સ્મરણ કરો તમારી મનોકામના પૂર્ણ થઈ જશે.

Image Source

સોમવારનો દિવસ છે ખાસ:
આપણે સૌ જાણીએ છીએ કે સોમવાર એટલે ભગવાન શિવજીનો દિવસે આ દિવસે ભગવાન શિવજીની પૂજા કરવાનું ખુબ મહત્વ છે. પણ જો તમે ખાસ તમારી કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય તો સોમવારના દિવસે ભગવાન શિવજીને ગૌરી-શંકર રુદ્રાક્ષ ચઢાવો. અને દરેક સોમવારના દિવસે ભગવાન શિવને સફેદ ચંદનનો ચાંદલો કરીને બીલીપત્ર અર્પણ કરી મનમાં જ ભગવાન શિવની આરાધના કરી તેમને પોતાની ઈચ્છા જણાવો.

Image Source

ચણોઠી છે કારગર ઉપાય:
જો તમે તમારા વ્યવસાયમાં બરકત લાવવા માંગતા હોય અને સારી અવાક મેળવવાની કામના કરતા હોય તો શનિવારના દિવસે ભૂરા રંગના કપડામાં 21 ચણોઠી લઈને બાંધી દેવી, પછી એ પોટલીને ઘરમાં કે દુકાનની તિજોરીમાં મૂકી દેવી અને રોજ સવારે ધૂપ બત્તી કરી ઇષ્ટદેવની આરાધના કરવી. આમ કરવાથી ધન્ધામાં સારી એવી વૃદ્ધિ થાય છે.

Image Source

આ રીતે લગાવો ગણેશજીની તસવીર:
આપણે દરેક કામ કરતા પહેલા ગણેશજીની આરાધના કરીએ છીએ તો ગણપતિની તસ્વીર લગાવવામાં પણ ખાસ ધ્યાન રાખવું, ગણપતિજીની તસ્વીરને ઘરમાં બંને તરફ રાખવી, ઘરના મુખ્ય દ્વાર ઉપર પ્રવેશમાં અને ઘરની બહાર પણ જેનાથી તમારી દરિદ્રતા દૂર થશે.