જ્યોતિષ શાસ્ત્ર

સુખ,સમૃદ્ધિ અને ધન મેળવવા માટે સોમવારે જરૂર કરજો આ ઉપાય, શિવજીની થશે કૃપા

ભગવનની ભક્તિ કરવા માટે આપણે અઠવાડિયાનો કોઈપણ દિવસ યોગ્ય માનીએ છીએ પરંતુ સોમવારના દિવસે આપણે ખાસ શંકર ભગવનની પૂજા કરતા હોઈએ છીએ, શંકર ભગવાનને આપણે ભોળાનાથ તરીકે ઓળખીએ છીએ અને એમ પણ માનીએ છીએ કે શિવજી આપણી મનોકામના પૂર્ણ કરે છે.

Image Source

તો શિવજીની પૂજામાં સોમવારના દિવસે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાં આવે તો તેમની કૃપા અચૂક બને છે અને તમારા ઘરમાં પણ ધન અને સમૃદ્ધિનો વાસ થાય છે. ચાલો જાણીએ સોમવારના દિવસે કરવામાં આવતા ઉપાયો.

Image Source

લગ્નમાં આવતી અડચણો માટે:
સોમવારના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈને તેમના શિવલિંગ ઉપર દૂધની અંદર કેસર મેળવીને અભિષેક કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે, અને લગ્ન કરવાનો યોગ પણ જલ્દી બને છે.

Image Source

ધન પ્રાપ્તિ માટે:
ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે માછલીઓને લોટની ગોટીઓ બનાવી ખવડાવવી શુભ માનવામાં આવે છે, પરંતુ એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે ગોટીઓ ખવડાવતી વખતે તમારે ભગવાન શિવનું ધ્યાન ધરવું જરૂરી છે.

Image Source

ઈચ્છા પૂરતી માટે:
તમારા મનમાં જાગેલી કોઈ સાચી અને શુદ્ધ ઈચ્છા પૂરતી માટે સોમવારના દિવસે 21 બીલીપત્રો લેવા, તેના ઉપર ચંદનથી ૐ નમઃ શિવાય લખવું અને ત્યારબાદ એ બિલિપત્રોને એક પછી એક ૐ નમઃ શિવાય ના ઉચ્ચાર સાથે શિવલિંગ ઉપર અર્પણ કરવા.

Image Source

સુખ સમૃદ્ધિ માટે:
જો તમે પણ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માંગતા હોય તો સોમવારના દિવસે ભગવાન શંકરના વાહન નંદીને (બળદ)ને લીલો ઘાસચારો ખવડાવવો.

Image Source

અન્નની ખોટ ઘરમાં ના રહે તે માટે:
ઘરમાં હંમેશા અન્નના ભંડાર ભરેલા રહે તે માટે સોમવારના દિવસે ગરીબ લોકોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે તેનાથી પિતૃઓ પણ રાજી રહે છે.

Image Source

ધનની વૃદ્ધિ માટે:
ઘરમાં ધનની વૃદ્ધિ માટે સોમવારના દિવસે જ ઘરની અંદર પારદથી બનેલું શિવલિંગ સ્થાપિત કરવું અને તેની રોજ પૂજા પણ કરવી.

Image Source

સંતાન પ્રાપ્તિ માટે:
સંતાન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે લોટથી 11 શિવલિંગ બનાવવા, તેની ઉપર 11 વખત જળાભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે.

Image Source

ગંભીર રોગોથી મુક્તિ માટે:
જો તમે કે તમારા કોઈ સ્નેહી સ્વજન ગંભીર રોગોથી પીડાઈ રહ્યા હોય તો સોમવારના દિવસે શિવલિંગ ઉપર 101 વખત જળાભિષેક કરવો. જળાભિષેક કરતી વખતે “ૐ જું સ:” મંત્રનો પણ જાપ કરવો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.